તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુર સિવિલને ઓક્સિજન પ્લાન્ટ માટે 52.51 લાખ ફાળવાયાં

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા ડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવા ફાળવણી
  • ઓક્સિજનવાળી એમ્બ્યુલન્સ પણ અપાતાં લોકોમાં આનંદ

છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના મહામારીના રોગને રોકવા બરોડા ડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે કાયમી ધોરણે 52.51 લાખની માતબર રકમ ફાળવેલ છે. તેમજ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન વાળી એમ્બ્યુલન્સ ફાળવેલ છે. જે અંગે પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે. છોટાઉદેપુર જિલ્લાના બરોડા ડેરીના ડિરેક્ટરો સંગ્રામસિંહ રાઠવા, રણજીતસિંહ રાઠવા, રમેશભાઈ બારીયા અને ક્રિપાલસિંહ મહારાઉલ દ્વારા પણ ડેરીના વહીવટી પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના બરોડા ડેરીના ડિરેકટર સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ નાખવા તાતી જરૂર જણાતી હતી. બરોડા ડેરી દ્વારા ઉદાર દિલથી આદિવાસી વિસ્તારમાં કોરોના દર્દીઓનું માનવજીવન બચાવવા માનવતાના ધોરણે મદદ કરી છે. જે આજીવન જિલ્લાના લોકોને યાદ રહેશે. જે બદલ અમો છોટાઉદેપુર જિલ્લાના બરોડા ડેરીના ડિરેક્ટરો ડેરીના વહીવટી પદાધિકારીઓનો આભાર માનીએ છીએ.

આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના રાજકીય આગેવાનો રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, ધીરુભાઈ ભીલ , યશપાલ ઠાકોર દ્વારા પણ કોરોના મહામારીના કપરા સમયમાં દર્દીઓના જીવ બચાવવા અર્થે કરવામાં આવેલ ઉમદા કાર્યને આવકારવામાં આવ્યું છે. અને બરોડા ડેરીના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...