તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના 51 કેસ

છોટાઉદેપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના કોરોનાની સારવાર લેતા દર્દીઓ પૈકીના 52 દર્દીઓની તબિયત સારી થતા શુક્રવારે ડિસ્ચાર્જ અપાયો હતો. શનિવારે પણ 32 જેટલા કોરોના સંક્રમીતોની તબિયત સારી થતા ડિસ્ચાર્જ અપાયો છે - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના કોરોનાની સારવાર લેતા દર્દીઓ પૈકીના 52 દર્દીઓની તબિયત સારી થતા શુક્રવારે ડિસ્ચાર્જ અપાયો હતો. શનિવારે પણ 32 જેટલા કોરોના સંક્રમીતોની તબિયત સારી થતા ડિસ્ચાર્જ અપાયો છે
 • છોટાઉદેપુર તાલુકામાં 26 અને પાવીજેતપુર તાલુકામાં 25 કેસ નોંધાયા, કુલ આંક 1715

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે જિલ્લામાં એક સાથે 51 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. શનિવાર તા. 1 મેના રોજ નવા 51 કેસ પોઝિટિવ નોંધાયા છે. રોજેરોજ મોટી સંખ્યામાં વધતા જતા કેસોને કારણે પ્રજા ભારે ભયભીત જોવા મળી રહી છે. જિલ્લાની હોસ્પિટલો ફૂલ છે. દર્દીઓને એડમિટ કરવા જગ્યા મળતી નથી. પ્રજાની રજૂઆતો સાંભળીને નેતાઓ પણ થાકી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં શનિવારે છોટાઉદેપુર તાલુકા 26 અને પાવીજેતપુર તાલુકામાં 25 કેસ, કેસ પોઝિટિવ નોંધાયા હતા.

જિલ્લાની પ્રજા બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળી રહી છે. બજારો શેરીઓ સુમસામ છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1715 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 635 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં 1344 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 344 જેટલા દર્દીઓ એડમિટ છે અને 27 દર્દીના મોત થયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 527, પાવીજેતપુર તાલુકામાં 234, બોડેલી તાલુકામાં 441, સંખેડા તાલુકામાં 209, કવાંટ તાલુકામાં 123, નસવાડી તાલુકામાં 181, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી બે દિવસમાં કુલ 84 વ્યક્તિઓ સાજી થતાં રજા અપાઈ
છોટાઉદેપુર જિલ્લાના કોરોનાની સારવાર લેતા દર્દીઓ પૈકીના 52 દર્દીઓની તબિયત સારી થતા શુક્રવારે ડિસ્ચાર્જ અપાયો હતો. શનિવારે પણ 32 જેટલા કોરોના સંક્રમીતોની તબિયત સારી થતા ડિસ્ચાર્જ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો