તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા, કુલ આંક 553

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કવાંટમાં 1, નસવાડીમાં 1, છત્થાઈમલીમાં 1, કાકડીયામાં 1, બોડેલીમાં 1 કેસ
  • ગુરુવારે જિલ્લામાંથી 5 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ હતી

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 548 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ગુરુવારે તા 15/10/20ના નવા 5 કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક 553 ઉપર પહોંચ્યો છે.

ગુરુવારે જિલ્લામાં જે 5 પોઝિટિવ કેસ આવ્યા હતા. તેમાં (1) 40 વર્ષ આધેડ કવાંટ (2) 18 વર્ષ યુવતી રાવળ ફળીયા નસવાડી (3) 55 વર્ષ આધેડ છત્થાઇમલી નસવાડી (4) 29 વર્ષ યુવતી કાકડીય છોટાઉદેપુર (5) 65 વર્ષ વૃદ્ધ સાધના સોસાયટી બોડેલી પોઝિટિવ આવ્યા છે.

ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 594 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં 497 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 38 દર્દી એડમિટ છે અને 15ના મોત થયા છે. ગુરુવારે જિલ્લામાં 5 દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 189 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 139 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 109 કેસ, કવાંટ તાલુકા 46 કેસ, પાવીજેતપુર તાલુકા 39 કેસ નસવાડી તાલુકામાં 31 કેસ પોઝીટીવ નોંધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો