ધરપકડ:છોટાઉદેપુરના નજરબાગમાં જુગાર રમતા 5 ખેલીઓ રંગેહાથ ઝડપાયા

છોટાઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ17,540નો મુદ્દામાલ જપ્ત, પોલીસ કાર્યવાહીમાં હાલ 2 ઇસમો ફરાર

છોટાઉદેપુર નગરમાં આવેલા નજરબાગ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે પાના પત્તાનો જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી લીધા હતા. જ્યારે 2 ફરાર થયા હતા. ઝડપાયેલા 5 ખેલીઓમાં પઠાણ નશરૂદીન રહે. છોટાઉદેપુર, નજરબાગ, મકાણી વસીમભાઇ ઇશાકભાઇ રહે.છોટાઉદેપુર, નજરબાગ, તા. જિ.છોટાઉદેપુર, યુસુફભાઇ સાબી૨ભાઈ મલેક રહે.

છોટાઉદેપુર, મકરાણી મહોલ્લા, તા.જિ. છોટાઉદેપુર, અસ્લમભાઇ નિશારભાઈ મકરાણી રહે. છોટાઉદેપુર, કવાંટ રોડ, તા.જિ. છોટાઉદેપુર તેમજ શેખ સોહીલભાઇ કાળુભાઇ રહે. છોટાઉદેપુર નજ૨બાગ, તાલુકો જિ.છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમી આધારે રેડ કરતા જુગા૨ ૨મતા 5 ઈસમોને ચાલુ દાવના રોકડ રૂપિયા 6240/- તથા પકડાયેલ પાંચેય આરોપીઓની અંગજડતીમાથી જુદા જુદા દ૨ની નોટોમા રૂપીયા 4300/- તથા મોબાઇલ નંગ-5 કિ.રૂ.7000/ સહિત કુલ રૂપીયા 17,540/-ના મુદ્દામાલ સાથે 5 ઇસમને પકડી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવ્યો હતો. અને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસ૨તી કાર્યવાહી ક૨વામા આવેલી છે. જ્યારે અન્ય 2 ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...