ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ:છોટાઉદેપુર બેઠકમાં 5 , સંખેડા 6 અને પાવીજેતપુરમાં 6 ઉમેદવાર મેદાનમાં

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણે બેઠક પર એક એક ફોર્મ પરત ખેંચાયું

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો ઉપર આજરોજ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સોમવારે ચૂંટણીના ઉમેદવારોની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. જેમાં જેમાં છોટાઉદેપુરમાં અપક્ષ ઉમેદવાર રાઠવા સોનલબેન અર્જુનભાઇ, પાવીજેતપુર બેઠકમાં અપક્ષ ઉમેદવાર રાઠવા દિવ્યેશભાઈ, અને સંખેડા બેઠકમાં અપક્ષ ઉમેદવાર નાનાભાઈ ભીલે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું.

ત્રણેય વિધાનસભાની બેઠકોમાં ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચી લેતા હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે છોટાઉદેપુર બેઠકમાં કુલ 5 ઉમેદવાર, પાવી જેતપુરમાં 6 ઉમેદવાર અને સંખેડામાં 6 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ​​​​ફોર્મ પરત ખેંચાયા બાદ છોટાઉદેપુરની 137 વિધાનસભા બેઠક ઉપર ભાજપમાં રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, કોંગ્રેસમાં સંગ્રામસિંહ નારણભાઇ રાઠવા, અને આમ આદમી પાર્ટીમાં અર્જુનભાઇ રાઠવા સહિત છ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

જ્યારે 138 પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપર જયંતીભાઈ રાઠવા ભાજપ, સુખરામભાઈ રાઠવા કોંગ્રેસ, રાધિકાબેન રાઠવા આમ આદમી પાર્ટી સહિત 5 ઉમેદવારો મેદાનમા રહ્યાં છે. જયારે 139 સંખેડા વિધાનસભા બેઠક ઉપર અભેસિંગભાઈ તડવી ભાજપ, ધીરુભાઈ ભીલ કોંગ્રેસ, રંજનભાઈ તડવી આમ આદમી પાર્ટી, સહિત છ ઉમેદવારો મેદાનમાં રહયાં છે. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થતાં જ પ્રચારને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...