નોટિસ:મોટી સાધલી ગામેથી ગેરકાયદે રેતીનું વહન કરતી 4 ટ્રકો ઝડપાઇ

છોટાઉદેપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખૂટાલીયા ખાતે મૂકવામાં આવી
  • તમામ વાહન માલિકોને રૂા. 12.85 લાખના દંડની નોટિસ ફટકારાઈ

છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્રભાઈ પટેલની સુચનાને આધારે ખાણ ખનીજ કચેરીના અધિકારીઓ દ્વારા તા 9/1/23ના રોજ વહેલી સવારે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છોટાઉદેપુર તાલુકાના મોટી સાધલી ગામ પાસે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેતી ખનીજનું વહન કરતી કુલ 4 ટ્રકો પકડી પાડવામાં આવી હતી.

જેમાં એક ટ્રકમાં 41 મેટ્રિક ટન, બીજી ટ્રકમાં 36 મેટ્રિક ટન, ત્રીજીમાં 39 મેટ્રિક ટન, અને ચોથી ટ્રકમાં 41 મેટ્રિક ટન રેતી ભરેલી હતી. જે વાહનો સહિતનો રૂ 1.5 કરોડનો મુદ્દામાલ સિઝ કરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખૂટાલીયા ખાતે મુકવામાં આવી હતી. જે બિન અધિકૃત વહનમાં સંકળાયેલા આ તમામ વાહન માલિકોને રૂ 12,85,000ના દંડની નોટિસ ફટકારી વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...