ખેડૂતોની લાંબી કતારો:છોટાઉદેપુર સહિત અન્ય જિલ્લામાં 4 હજાર મેટ્રિક ટન DAPનો જથ્થો પહોંચતો કરાયો

તેજગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તેજગઢ સહિત સમગ્ર જિલ્લામાં ડીએપીની અછત સર્જાઈ હતી : GNFC તથા ખેતીવાડીએ તાત્કાલિક રેક મંગાવી
  • જિલ્લાના ખાતર સેન્ટરો પર ડીએપી માટે ખેડૂતોની લાંબી કતારો લાગી

તેજગઢ સહિત સમગ્ર જિલ્લામાં હાલ રવી સીઝનની વાવણીની શરૂઆતમાં ડીએપી અછત જોવા મળતા જીએસએફસી કંપનીના ઉચ્ચ અધિકારી તથા જિલ્લા ખેતીવાડી અધિકારીના સહયોગથી અછતને પહોચી વળવા યુદ્ધના ધોરણે 4 હજાર મેટ્રિક ટનની રેક રણોલી ખાતે મંગાવી હતી. જિલ્લામાં અલગ અલગ સેન્ટર પર ડિસ્પેચ કરતા ખેડૂતોની ડીએપી ખાતર મળતું થતા જીએસએફસી અધિકારીઓના સાહસને ખેડૂતોએ ઉત્સાહપૂર્વક બિરદાવ્યું હતું. જિલ્લાના ખાતર કેન્દ્રો પર ડીએપી ખાતર લેવા ખેડૂતો પહોચ્યા હતા.

તેજગઢ સહિત છોટાઉદેપુર જિલ્લામાં રવી સીઝનમા મકાઈ ઘઉં, શાકભાજી તથા અન્ય પાકોનું વાવેતર હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં દરેક જગ્યાએ ડીએપી ખાતર માટે ભારે અછત જોવા મળતી હતી. ડિએપી માટે ખેડૂતો ઠેર-ઠેર વલખાં મારતા જીએસએફસી કંપનીના ઉચ્ચ અધિકારીઓ તથા ખેતીવાડી વાત ધ્યાને આવતા ખેડૂતોની વહારે આવી માંગને ધ્યાનમાં રાખી 4 હજાર મેટ્રિક ટન ડીએપીની રેક રણોલી ખાતે મંગાવી તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર જિલ્લા સહિત અન્ય જિલ્લામાં વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

દરેક સેન્ટર ખાતે પહોંચી જતાં ખેડૂતો સવારથી જ ડીએપી લેવા માટે સેન્ટરો પર જોવા મળ્યા હતા. કેટલાક ખેડૂતોએ જીએસએફસી કંપની દ્વારા હર હંમેશ ખેડૂતોની પડખે રહી સમયસર ડીએપીની અછત દૂર કરતા છોટાઉદેપુરના ખેડૂતો ઉત્સાહિત થઈ કંપની તથા ખેતીવાડી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

જીએસએફસી ખેડૂતોના વહારે આવતા ડીએપીની અછત દૂર થઈ
સિઝનનો નવો પાક લેવા ડીએપી મળતુ ન હતુ. જીએસએફસી કંપની ખેડૂતોના વહારે આવી ડીએપીની અછત દુર થઈ છે. > રાજુભાઈ રાઠવા, ખેડૂત, તેજગઢ

અન્ય સમાચારો પણ છે...