તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા, કુલ આંક 961; 894 દર્દીઓ સાજા થયા, 43 સારવાર હેઠળ અને 24 દર્દીના મોત થયાં

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાની રાસલી, ટીમલા, છોટાઉદેપુર અને કવાંટમાં નવા કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં આજરોજ તા 28 માર્ચના નવા 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજરોજે રવીવારે જિલ્લામાં જે 4 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 27 વર્ષનો યુવાન નાની રાસલી પાવીજેતપુર (2) 30 વર્ષનો યુવાન ટીમલા છોટાઉદેપુર (3) 23 વર્ષનો યુવાન ખનીજ કમ્પાઉન્ડ છોટાઉદેપુર (4) 25 વર્ષનો યુવાન કવાંટ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 961 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 133 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 894 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 43 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ બોડેલી તાલુકામાં 317 કેસ પોઝિટિવ નોંધાયા છે. બીજા નંબરે છોટાઉદેપુર તાલુકામાં 284 કેસ પોઝિટિવ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 162 કેસ નોંધાયા છે. કવાંટમાં 76 કેસ પાવીજેતપુર 73 કેસ અને નસવાડીમાં 49 કેસ પોઝિટિવ નોંધાયા છે.

છોટાઉદેપુર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 15377, પાવીજેતપુર તાલુકામાં 10534, બોડેલી તાલુકામાં 12177, સંખેડા તાલુકામાં 11697, કવાંટ તાલુકામાં 12605, નસવાડી તાલુકામાં 10613, કુલ 73003 વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો