બંધ કરો સંક્રમણના વિકાસની નેતાગીરી:છોટાઉદેપુર જિલ્લામાં વધુ 4 કેસ નોંધાયા, 7 અને 11 વર્ષની બાળકીઓ પણ પોઝિટિવ છે

છોટાઉદેપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ - Divya Bhaskar
કરજણ
  • મહિનાઓથી બંધ થયેલા સંક્રમણના કેસ ફરી માથું ઊચકી રહ્યા છે ત્યારે નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ટોળે વળે છે
  • બોડેલીમાં 2, ઢોકલિયામાં 1 અને સુસકાલમા 1 પોઝિટિવ કેસ નોંધાયો
  • છોટાઉદેપુર​​​​​​​ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસનો કુલ આંક 6 થયો

કરજણ યુવા ભાજપે ‘નરેન્દ્ર મોદીજી જીવો હજારો સાલ’ ના નારા સાથે કેન્ડલ માર્ચ યોજી તો છોટાઉદેપુર ભાજપે જાગનાથ મહાદેવમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ કર્યા. પરંતુ એકપણ નેતાએ ના તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું કે ના માસ્ક પહેર્યું. પણ ખેસ પહેરવાનું ભુલ્યા નહીં.

છોટાઉદેપુર
છોટાઉદેપુર
છોટાઉદેપુર
છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક વાર કોરોના covid-19 જીવલેણ વાયરસે પગ પેસારો કરી દીધો છે. ગુરુવાર તા. 6 જાન્યુઆરીના રોજ જિલ્લામાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ કેસોનો કુલ આંક 6 થયો છે. બોડેલી ખાતે 71 વર્ષના વૃદ્ધા જન કલ્યાણ સોસાયટી, 7 વર્ષની બાળકી જન કલ્યાણ સોસાયટી બોડેલી, 49 વર્ષના આધેડ ઢોકલિયા બોડેલી, 11 વર્ષની બાળકી સુસકાલ પાવીજેતપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના તપાસ અર્થે 1416 એન્ટીજન, Rtpcr સેમ્પલ 6 તાલુકાઓમાંથી લેવાયા છે.

બોડેલીમાં એકજ પરિવારના 6 સભ્યો સંક્રમિત
બોડેલી | બોડેલીમાં એક જ પરિવારના છ સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. તમામ સભ્યો હોમ કવોરન્ટાઇન છે. બે દિવસ અગાઉ જ બોડેલીની જન કલ્યાણ અને સમર્પણ સોસાયટીમાં બે કેસ આવ્યા પછી બોડેલીના એક જ પરિવારના તમામ છ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પરિવારના કેટલાક સભ્યો મુંબઈ ગયા હતા અને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...