તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:છોટાઉદેપુરમાં ઓગસ્ટમાં ડેન્ગ્યૂના 4 અને મેલેરિયાના 32 કેસ નોંધાયા, OPD ઉભરાઇ

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મચ્છરજન્ય રોગચાળાને લઇ છોટાઉદેપુરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો. - Divya Bhaskar
મચ્છરજન્ય રોગચાળાને લઇ છોટાઉદેપુરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો.
  • છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રોજની 200 જેટલી ઓ.પી.ડી નોંધાઈ રહી છે
  • શકમંદ દર્દીઓ તરીકે રોજના 25થી 30 દર્દીઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલાય છે

છોટાઉદેપુર જિલ્લામાં મચ્છરોના ભારે ત્રાસને કારણે ડેન્ગ્યૂ તથા મેલેરિયાના કેસો જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ સરકારી તેમજ ખાનગી તબીબાલાયો દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રોજની 200 જેટલી ઓ.પી.ડી નોંધાઈ રહી છે. જેમાં મુખ્યત્વે તાવ, ખાંસી, શરદી, કળતર હેડેકની ફરિયાદો સાથે દર્દીઓ આવતા હોવાનું જાણવા મળી આવ્યુ છે. જેમાં શકમંદ દર્દીઓ તરીકે રોજના 25થી 30 દર્દીઓને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય ખાતા તરફથી મળેલ વિગતો પ્રમાણે ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લામાં મેલેરિયા ટેસ્ટના કુલ 1,49,445 સેમ્પલમાંથી 32 કેસ મેલેરિયા પોઝિટિવ નોંધાયા છે. જેમાં સંખેડા તાલુકામાં 1, પાવીજેતપુર તાલુકામાં 3, બોડેલી તાલુકામાં 3, નસવાડી તાલુકામાં 2, છોટાઉદેપુર તાલુકામાં 20, અને કવાંટ તાલુકામાં 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ડેન્ગ્યુના કુલ 28 સેમ્પલમાંથી કુલ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે.

જેના સંખેડા તાલુકામાં 1, બોડેલી તાલુકામાં 1, પાવીજેતપુર તાલુકામાં 1 અને કવાંટ તાલુકામાં 1 નોંધાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસોમાં વધારો ન થાય રોગચાળો ફેલાતો અટકે તે અર્થે તંત્ર દ્વારા જિલ્લાના ગ્રામીણ તથા શહેરના રહેણાક વિસ્તારોમાં ઠેરઠેર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, ઠેરઠેર જગ્યાએ ડીડીટી પાઉડર છાંટવો જોઈએ અને જિલ્લાના ગામો તથા નગરોને સ્વચ્છ રાખવા જોઈએ તેમ પ્રજા માગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...