તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના 4 કેસ 12 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

છોટાઉદેપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંખેડામાં 1, છોટાઉદેપુરમાં 1, જબુગામમાં 1, કડી ડોળીમાં 1 કેસ નોંધાયો
  • કુલ આંક 427

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid-19 પોઝિટિવ કેસોમાં ઉપરા ઉપરી સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં તા 14 સુધીમાં 423 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં મંગળવારે તા 15ના રોજ નવા 4 પોઝિટિવ કેસ ઉમેરાતા કુલ આંક 427 ઉપર પહોંચ્યો છે. રોજે રોજ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે.

જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના નવા 4 કેસ પોઝિટિવ ઉમેરાયા તેમાં (1) 47 વર્ષની સ્ત્રી સુથાર વાગા સંખેડા (2) 32 વર્ષ યુવાન ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર (3) 46 વર્ષ પુરુષ જબૂગામ બોડેલી (4) 55 વર્ષ પુરુષ કડી ડોળી નસવાડી પોઝિટિવ આવ્યા છે.

હાલમાં 344 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 71 દર્દી એડમિટ છે. અને 10 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા 617 એન્ટીગન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી લેવામાં આવ્યા છે. મંગળવારે 12 દર્દી સજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી. કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 162 કેસ નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર 92, સંખેડા 86 , કવાંટ 35, પાવીજેતપુર 33 અને નસવાડી 19 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...