તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:3 વર્ષથી ભાગતા ઘરફોડ ચોરીના 4 આરોપી પિસ્તોલ સાથે ઝડપાયાં

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં 3 વર્ષથી ઘરફોડ ચોરી કરનાર  - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં 3 વર્ષથી ઘરફોડ ચોરી કરનાર 
  • છોટાઉદેપુર જિલ્લામાં કુલ 16 ઘરફોડ ચોરીના વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
  • પીપલેજ ગામેથી પાનવડ પો. સ્ટે.નો ફરાર આરોપી બાઈક પર ફરતો ઝડપાયો

મંગળવારે છોટાઉદેપુર એલ સી બી સ્ટાફના માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇ.પી.કો કલમ 363, 366 મુજબના ગુનાના કામે નાસતો-ફરતો આરોપી વિપુલભાઇ નગરસીંગભાઇ રાઠવા રહે. રોડધા તાડકાછલા ફળીયા તા.કવાંટ જિ. છોટાઉદેપુર નાનો બજાજ પલ્સર મો.સા લઇને પાનવડથી છોટાઉદેપુર તરફ આવનાર છે. અને તે પોતાની પાસે માઉઝર પીસ્તોલ હથીયાર રાખે છે. જે અંગે પીપલેજ ગામ પાસે વોચ ગોઠવતા તે મોટર સાયકલ લઇ આવતા તેને રોકી તેની ઝડતી લેતા દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્તોલ) તથા એક જીવતા કારટીસ તથા એક મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. 75,200ના મુદ્દામાલ સાથે પકડી પડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા આ હથીયાર તેને સુખરામભાઇ જામસીંગભાઇ રાઠવા રહે. ભૂમસવાડા છોટાઉદેપુર નાઓએ આાપેલ અને બીજુ હથીયાર આ સુખરામે રાયપુર ગામના કૃણાલભાઇ કિશનભાઇ રાઠવાને આપેલ હોવાનુ જણાવ્યું હતું. રાયપુર ગામે તપાસ કરતા કૃણાલભાઇ ઘરમાંથી માઉઝર (પીસ્તોલ) નંગ-1 જેની કિંમત રૂા. 20,000 મળી આવતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓની પુછ-પરછ કરતા તે પોતાના ઘરે રોડધા ગામે બે બંદુક અને કારતુસ મુકી રાખેલ હોવાની કબુલાત કરતા દેશી હાથ બનાવટની બંદુક નંગ-1 કિ.રૂ. 20000 તથા જીવતા કારતુસ નંગ-10 કિ. રૂ. 3300 તથા તુટેલો કારતુસ નંગ-1 કિ.રૂ. 00નો મુદામાલ મળી આવેલ છે.

આ હથિયારના ગુનામાં પકડાયેલ વિપુલભાઇ નાઓએ કબુલાત કરી હતી કે તેઓની ગેંગના અન્ય સાગરીતો સાથે મળી છોટાઉદેપુર,બોડેલી, નસવાડી, કવાંટ, કરાલી ટાઉન વિસ્તારમાં રાત્રીના વખતે બંઘ મકાનના દરવાજાના તાળા-નકુચા તોડી તેઓ ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરી હતી. તેઓની સાથેના અન્ય સાગરીતો સાથે મળી છોટાઉદેપુર જિલ્લાની કુલ 16 ઘરફોડ ચોરીઓની કબુલાત કરેલ છે. જેમાં છોટાઉદેપુર - 3 તથા બોડેલી - 5 તથા નસવાડી - 2 તથા કવાંટ - 4 તથા કરાલી - 2 મળી 16 ગુનાની કબુલાત કરી હતી. જિલ્લા એલસીબીએ કુલ 40000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આમ પોલીસે (1) વિપુલભાઇ નગરસીંહ રાઠવા રહે. રોડધા તાડકાછલા તા.કવાંટ જી.છોટાઉદેપુર (2) કૃણાલભાઇ કિશનભાઇ રાઠવા રહે.રાયપુર તા.કવાંટ જિ. છોટાઉદેપુર (3) અનિલ ઉર્ફે વાડી વિક્રમભાઇ વણકર રહે. ગુરૂકૃપા સોસાયટી છોટાઉદેપુર તા.જિ. છોટાઉદેપુર. (4) મીલીનભાઇ કંચનભાઇ રાઠવા રહે.બુંજર (ચીખલી) તા. કવાંટ જિ. છોટાઉદેપુરને ઝડપી પાડી છોટાઉદેપુર જિલ્લામાં 3 વર્ષમાં રાત્રી દરમ્યાન બનવા પામેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીઓને હથીયાર સાથે ઝડપી પાડવામાં આવેલ છે. તથા અન્ય સાગરીતોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...