છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારમાંથી રાત્રીના સમયે બંધ રહેણાંક મકાનોની રેકી કરી બંધ રહેણાંક મકાનોમાં લોખંડના ગણેશીયા તથા ડીસમીસથી તાળુ-નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કુલ 4 મકાનોના તાળા તોડી ચોરી કરનાર 4 ઇસમો સોયેબભાઇ સીદીકભાઇ વસ્કા રહે.ખુટાલીયા અજાપાઠ, કૌશર મસ્જિદની પાછળ છોટાઉદેપુર તા.જિ.છોટાઉદેપુર, સોયેબભાઇ ઇસ્માઇલભાઇ પોલા રહે.છોટાઉદેપુર ટાઉન સ્ટેશન વિસ્તાર, ઝોઝ રોડ કૌશર મસ્જીદની બાજુમાં તા.જિ.છોટાઉદેપુર, આફતાબ ઉર્ફે અપ્પુ હુસેનભાઇ હનીફભાઇ પંજાબી રહે.છોટાઉદેપુર ટાઉન, સ્ટેશન વિસ્તાર કૌશર મસ્જિદની સામે તા.જિ.છોટાઉદેપુર, સોહેલ ઉર્ફે પટટી ઇસ્માઇલભાઇ જુજારા રહે. રહે.છોટાઉદેપુર ટાઉન, સ્ટેશન વિસ્તાર રેન બસેરાની બાજુમાં તા.જિ.છોટાઉદેપુરને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.
છોટાઉદેપુર એલસીબી પીઆઈ એચ.એચ.રાઉલજી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હકીકત મળેલ કે, છોટાઉદેપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીઓ કરનાર સોયેબ સીદીક વસ્કા તથા તેની સાથેના બીજા ત્રણ સાગરીતો ચોરીનો મુદામાલ વેચવા જનાર છે અને તેઓ હાલ છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં આવેલ કૌશર મસ્જિદની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બેસેલ છે.
જે આધારે સદર જગ્યા ઉપર જઇ તપાસ કરતા બેઠેલ ચાર ઇસમોને કોર્ડન કરી ચોરીના મુદામાલ સાથે પકડી પાડી છોટાઉદેપુર વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ બાબતે પૂછપરછ કરતા પોતે તેના સાગરીતો સાથે મળી ચોરીઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ કુલ 4 ગુનાઓ ડિટેક્ટ કરાયા હતા. પકડાયેલ આરોપીઓને સી.આર.પી.સી. 41 (1) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
આ અંગે પોલીસે (1) મારૂતી વાન ગાડીની ગેસ કિટ નંગ-1 કિં.રૂ.5000, (2) ચાંદીની ઝાઝંરી (છડા) નંગ-2 કિં.રૂ.2850, (3) ચાંદીની લક્કી નંગ-2 કિં.રૂ. 2250, (4) ચાંદીના કડા નંગ-2 કિં.રૂ. 560, (5) ચાંદીની ગણપતિની મૂર્તિ નંગ-1 કિં.રૂ. 550, (6) ચાંદીના સીક્કા નંગ-2 કિં.રૂ.600, (7) મોબાઇલ નંગ-1 કિં.રૂ.5000, (8) રોકડા કિં.રૂ.2910, (9) ચોરી કરવા લીધેલું લોખંડનો સળીયો કિં.રૂ.20, (10)ચોરી કરવા ઉપયોગમાં લેવામાં આવેલ ડિસમીસ કિં.રૂા. 20, કુલ કિ. રૂ.24750નો મુદ્દામાલ કબજે કરી બાકી આરોપી અનસ સુલેમાન ઘાંચી રહે. છોટાઉદેપુર ટાઉન, ગ્લાસ ફેક્ટરી પાસે, તા.જિ.છોટાઉદેપુર, લુકમાન ઇસહકભાઇ કાલુ રહે. છોટાઉદેપુર ટાઉન, કાગડી મહોલ્લા તા. જિ. છોટાઉદેપુરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.