તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂનવાડ પાસેથી ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઝડપાયા

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 3,68,390નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

છોટાઉદેપુર શહેરને અડીને આવેલ રૂનવાડ અને ખોસ વસેડી ગામ વચ્ચે આવેલા પુલ ઉપરથી ઇક્કો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભરી લઈ જવાતો વિદેશી દારૂ સાથે 3 શખ્સ ઝડપાઇ ગયા હતા.

પી આઈ વી એ દેસાઈને મળેલ હકીકતને આધારે મંગળવારે રૂનવાડ ખોસ વસેડી ગામ વચ્ચે આવેલા પુલ ઉપરથી ઇક્કો ગાડીમાં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા 3 ઈસમો (1) કમલેશભાઈ મોહનભાઇ પીંજાણી રહે જૂનું સિંધુ નગર તા જી ભાવનગર (2) મનીષભાઈ ચંદુભાઈ રોહિડા રે સિંધુનગર દેવુમાં ચોક તા જી ભાવનગર (3) સતિષભાઈ શામજીભાઈ ગોહેલ કલસરિયાપરા સિદ્ધિની આંબલી તા જી ભાવનગરને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ અંગે ઇક્કો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ બિયર ટીન કુલ ન 360 કી રૂ 41,400 ઇક્કો ગાડીની કિંમત રૂ 3,00,000 મોબાઇલ ન 4 કી રૂ 11000 રોકડા રૂપિયા 15990 મળી કુલ મુદ્દામાલ 3,68,390 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...