તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા, કુલ 1044

છોટાઉદેપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુડીચાનો યુવાન અને યુવતી તથા પાંનધરાની યુવતી સંક્રમિત થઈ
 • 948 દર્દીઓ સાજા થયા, 77 દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે કોરોનાને કારણે 24 વ્યક્તિના મોત નિપજ્યા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં મંગળવાર તા 6 એપ્રિલના નવા 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સોમવારના રોજ જિલ્લામાં જે 3 કેસ પોઝિટિવ આવ્યા તેમાં 27 વર્ષની યુવતી ગુંડીચા સંખેડા, 25 વર્ષનો યુવાન ગુંડીચા સંખેડા, 30 વર્ષની યુવતી પાંનધરા બોડેલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1044 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. મંગળવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 578 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 943 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 77 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 314, પાવીજેતપુર તાલુકામાં 85, બોડેલી તાલુકામાં 327, સંખેડા તાલુકામાં 182, કવાંટ તાલુકામાં 81, નસવાડી તાલુકામાં 55, કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો