તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુર જિલ્લામાં સાત વર્ષની બાળા સહિત કોરોનાના 3 કેસ, કુલ આંક 949

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર તાલુકામાં 12581ને રસી આપવા સાથે જિલ્લામાં અત્યારસુધી 58232 કરતાં વધુને વેક્સિનેશન
  • જિલ્લામાં સૌથી વધુ બોડેલી તાલુકામાં 317 કેસ નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં શુક્રવાર તા 26 માર્ચના રોજ નવા 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. શુક્રવારે જિલ્લામાં જે 3 કેસ પોઝિટિવ આવ્યા તેમાં 26 વર્ષનો યુવાન ખનીજ કંપાઉન્ડ, છોટાઉદેપુર, 33 વર્ષનો યુવાન ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર અને 7 વર્ષની બાળા પાવીજેતપુરનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 949 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

શુક્રવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 544 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 872 જેટલા દર્દીઓને સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. 53 જેટલા દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ બોડેલી તાલુકામાં 317 કેસ પોઝિટિવ નોંધાયા છે. બીજા નંબરે છોટાઉદેપુર તાલુકામાં 280 કેસ પોઝિટિવ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 161 કેસ નોંધાયા છે. કવાંટ માં 74 કેસ પાવીજેતપુર 69 કેસ અને નસવાડીમાં 48 કેસ પોઝિટિવ નોંધાયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 12581 પાવીજેતપુર તાલુકામાં 8498 બોડેલી તાલુકામાં 9986, સંખેડા તાલુકામાં 9438, કવાંટ તાલુકામાં 9171 નસવાડી તાલુકામાં 8598 કુલ 58232 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો