છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે તાલીમ મેળવેલ કુલ 7 ખેલાડીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ખાતે રમેલ તિરંદજીની રમતના આધારે ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં પોસ્ટ કવોટામાં કાયમી નોકરી મળતા ભારે ખુશી જોવા મળી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના પણ ત્રણ તિરંદાજો હોય જેઓને પણ નોકરી મળતા આદિવાસી પંથકમાં આનંદ ફેલાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય તીરંદાજી એકેડમીના સ્થાપક દિનેશભાઇ ભીલના હાથનીચે તાલીમ મેળવી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર તીરંદાજીની સ્પર્ધામાં પુરસ્કાર મેળવનાર છોટાઉદેપુર જિલ્લાના ત્રણ, દાહોદ જિલ્લાના 2, અરવલ્લી જિલ્લાના 1, અને પંચમહાલ જિલ્લાના 1 કુલ 7 ખેલાડીઓની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગમાં કાયમી નોકરી આપવા પસંદગી કરી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રાઠવા દીપાભાઈ નાનસાભાઈ, ભોરદા, રાઠવા કેરભાઈ અમરસિંગભાઈ, ભોરદા, રાઠવા પાયલબેન હરવિંદભાઈ નાની ઝરોઈ ની પસંદગી થતા સમગ્ર આદિવાસી પંથકમાં આનંદ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.