તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લાની 21 વ્યક્તિઓ થઈ કોરોનાથી સંક્રમિત, કુલ આંક 946

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં 9, તેજગઢમાં 1, બોડેલીમાં 10, કવાંટમાં 1 કેસ નોંધાયો
  • ગુરુવારે જુદા જુદા વિસ્તારમાંથી 476 સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવાયા
  • 870 દર્દીઓ સાજા થયા, 51 દર્દીઓ હાલ સારવારમાં તથા 24 દર્દીના કોરોનાથી મોત

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં તા 24 માર્ચના નવા 21 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેનાથી જિલ્લામાં ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવા લાગ્યા છે. આજરોજ જિલ્લામાં જે 21 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 51 વર્ષ મહિલા ક્લબ રોડ છોટાઉદેપુર (2) 30 વર્ષ યુવાન પુરોહિત ફળીયા છોટાઉદેપુર (3) 27 વર્ષ યુવતી ઓલ્ડ પેલેસ છોટાઉદેપુર (4) 52 વર્ષ આધેડ કસ્બા છોટાઉદેપુર (5) 45 વર્ષ મહિલા વૃંદાવન સોસાયટી (6) 25 વર્ષ યુવતી મકરાણી મહોલ્લા (7) 52 વર્ષ મહિલા તેજગઢ લીમડી બજાર (8) 23 વર્ષ યુવાન નવાપુરા (9) 32 વર્ષ યુવતી તાલુકા પંચાયત છોટાઉદેપુર (10) 32 વર્ષ યુવાન તાલુકા પંચાયત છોટાઉદેપુર

(11) 66 વર્ષ વૃદ્ધ માધવનગર સોસાયટી બોડેલી (12) 10 વર્ષ બાળક ચંદ્રેશ્વર સોસાયટી બોડેલી (13) 20 વર્ષ યુવતી ચંદ્રેશ્વર સોસાયટી બોડેલી (14) 58 વર્ષ આધેડ લક્ષ્મી સોસાયટી બોડેલી (15) 58 વર્ષ આધેડ લક્ષ્મી સોસાયટી બોડેલી (16) 38 વર્ષ યુવાન વ્રજધામ સોસાયટી બોડેલી (17) 55 વર્ષ આધેડ જલા ટાઉનશીપ બોડેલી (18) 43 વર્ષ આધેડ દિવાળી પાર્ક સોસાયટી બોડેલી (19) 60 વર્ષ વૃદ્ધ ચંદ્રજ્યોતિ બોડેલી (20) 49 વર્ષ આધેડ સાધના સોસાયટી બોડેલી (21) 55 વર્ષ આધેડ કવાંટ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 946 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 476 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 870 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 51 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ બોડેલી તાલુકામાં 317 કેસ પોઝિટિવ નોંધાયા છે.

બીજા નંબરે છોટાઉદેપુર તાલુકામાં 278 કેસ પોઝિટિવ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 161 કેસ નોંધાયા છે. કવાંટમાં 74 કેસ પાવીજેતપુર 68 કેસ અને નસવાડીમાં 48 કેસ પોઝિટિવ નોંધાયા છે.છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 11139, પાવીજેતપુર તાલુકામાં 7521, બોડેલી તાલુકામાં 8864, સંખેડા તાલુકામાં 8444, કવાંટ તાલુકામાં 8294, નસવાડી તાલુકામાં 6639, કુલ 51899 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો