તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:છોટાઉદેપુર જિલ્લામાં વધુ 21 લોકોને કોરોના

છોટાઉદેપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ આંક 1033: રવિવારે છોટાઉદેપુર, સંખેડા, માંજરોળ, પાવીજેતપુર, બોડેલી, કવાંટ, ધામસિયામાં કેસ નોંધાયા
  • છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી કુલ 100820 વ્યક્તિઓને બીજા તબક્કામાં કોરોનાની રસી અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં રવિવાર તા 4 એપ્રિલના નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા એક હજાર ત્રીસને પાર જતી રહી છે. જે ભારે ચિંતા જનક પરિસ્થિતિ છે. રવિવારના રોજ જિલ્લામાં જે 21 કેસ પોઝિટિવ આવ્યા તેમાં (1) 31 વર્ષનો યુવાન છોટાઉદેપુર (2) 43 વર્ષના આધેડ છોટાઉદેપુર (3) 54 વર્ષના આધેડ છોટાઉદેપુર (4) 36 વર્ષની યુવતી મોટી દેસાઈ સંખેડા (5) 70 વર્ષની વૃધ્ધા મંદિર ફળિયું માંજરોળ સંખેડા (6) 60 વર્ષના વૃદ્ધ વાસણા સંખેડા (7) 43 વર્ષના આધેડ પાવીજેતપુર (8) 69 વર્ષની વૃધ્ધા પાવીજેતપુર (9) 30 વર્ષનો યુવાન પાવીજેતપુર ફળીયા પાવીજેતપુર (10) 65 વર્ષની વૃધ્ધા પાવીજેતપુર (11) 70 વર્ષના વૃદ્ધ પાવીજેતપુર ફળીયા પાવીજેતપુર (12) 50 વર્ષના આધેડ બોડેલી (13) 43 વર્ષના આધેડ પાવીજેતપુર (14) 65 વર્ષના વૃદ્ધ બજાર રોડ કવાંટ (15) 21 વર્ષનો યુવાન કેલધરા કદવાલ ફળિયું કવાંટ (16) 34 વર્ષનો યુવાન છોટાઉદેપુર (17) 20 વર્ષની યુવતી છોટાઉદેપુર (18) 50 વર્ષના આધેડ છોટાઉદેપુર (19) 26 વર્ષ યુવાન છોટાઉદેપુર (20) 45 વર્ષનો યુવાન સરદાર નગર છોટાઉદેપુર (21) 50 વર્ષના આધેડ ધામસિયા નસવાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. પ્રજામાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1033 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 73 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 935 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 74 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 24 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 311, પાવીજેતપુર તાલુકામાં 83, બોડેલી તાલુકામાં 324, ...અનુસંધાન પાના નં.3 સંખેડા તાલુકામાં 180, કવાંટ તાલુકામાં 83, નસવાડી તાલુકામાં 52 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા કોરોના આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકામાં અત્યાર સુધી 18883, પાવીજેતપુર તાલુકામાં 16234, બોડેલી તાલુકામાં 15566, સંખેડા તાલુકામાં 14604, કવાંટ તાલુકામાં 17930, નસવાડી તાલુકામાં 17603, કુલ 100820 કરતા વધુ વ્યક્તિઓને બીજા તબક્કામાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો