40 લોકો ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું:ઘંઘોડા પાસે વહેલી સવારે ટ્રેક્ટર પલટી ખાઈ જતાં 20 ઈજાગ્રસ્ત; ભક્તો મધ્યપ્રદેશના અલીરાજપુરથી દર્શન કરી પરત ફરતા હતા

છોટા ઉદેપુર25 દિવસ પહેલા

પાવી જેતપુરમાં ઝરી ગામના ભાવિક ભક્તો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે દર્શનાર્થેથી પરત ફરતા હતા. તે સમયે આજે મંગળવારે વહેલી સવારે છોટા ઉદેપુરના ઘંઘોડા નવી વસાહતના પાટિયા પાસે ટ્રેક્ટર પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો છે, જેમાં 20 લોકોને ઇજા થઇ છે.

અકસ્માતમાં 20 જેટલા લોકોને ઇજા પહોંચી
પાવી જેતપુરમાં ઝરી ગામના 40 જેટલા ભાવિક ભક્તો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ટ્રેક્ટર ટ્રોલીમાં દર્શનાર્થે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આજે વહેલી સવારે છોટા ઉદેપુરના ઘંઘોડા નવી વસાહતના પાટિયા પાસે ટ્રેક્ટરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રેક્ટર પલટી ખાઇ ગયું હતું. આ ટ્રેક્ટરમાં 40 જેટલા લોકો સવાર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ અકસ્માતમાં 20 જેટલા લોકોને ઇજા પહોંચી છે. જેમને 108 દ્વારા છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...