ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લામાં 13 જેટલાં બિસ્માર બનેલા રસ્તાઓ મજબૂત કરવા ~20 કરોડ ફાળવાયાં

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ સરકારમાં રજૂઆતો કરી હતી
  • બિસ્માર માર્ગને કારણે પ્રજાને અવરજવર અર્થે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી, પાવીજેતપુર, તથા છોટાઉદેપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર થઈ ગયેલા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના રસ્તાઓને મજબૂત બનાવી સૂદ્રઢી કરણ કરવામાં આવે જે અંગે છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ સરકારમાં ધારદાર રજૂઆતો કરી હતી. આદિવાસી નેતાની માગણીને ધ્યાનમાં લઈ સરકારે જિલ્લાના કુલ 13 રસ્તાઓ તથા સ્લેબડ્રેઇનના સુદ્રઢીકરણ અર્થે અંદાજિત રકમ રૂ. 20 કરોડની ફાળવણી કરી છે. જેનાથી પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે.

ધારાસભ્યની ધારદાર રજૂઆતોના પગલે સરકારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુરમાં ચુલી એપ્રોચ રોડ 3 કિમી, રાજપુરથી ખટાશ ઓલિયાકલમ ગામને જોડતો રોડ 4 કિમી, ચુલીથી ભીખાપુરા રોડ, કદવાલ,ભાભરથી ઈટવાડા રોડ મુવાડા ભીખાપુરા રોડ, ડુંગરવાટ જાંબુઘોડા રોડ ઉપર સ્લેબ ડ્રેઇન, છોટાઉદેપુરના નાલેજ, પીપલેજ, બોરધા રોડ, બોપા ગામથી હરવાટને જોડતો રોડ, આંત્રોલી ગામથી ખૂંદા પીપળા ફળીયા રોડ મુખ્ય માર્ગ, ખજૂરીયા એપ્રોચ રોડ, ચિલરવાટ નાની ઝેર રોડ, તથા બોડેલીના ડભેરાઇ એપ્રોચ રોડ સમતલ અને સુદ્રઢ કરવાનું કામ અંદાજિત રૂ. 20 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા સમયથી આવેલ બિસ્માર માર્ગને કારણે પ્રજાને અવરજવર અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે નવીનીકરણ કરતા રાહત થશે. જિલ્લામાં માર્ગો સલામત બનાવવાની મંજૂરી મળતા પ્રજામાં ભારે આનંદ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...