કોણ કોને આપશે ટક્કર?:છોટા ઉદેપુર જિલ્લાની 2 બેઠક પર ત્રિપાંખીયો, જ્યારે એક બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે

છોટા ઉદેપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની બે બેઠક પર ત્રિપાખીયો જંગ જ્યારે એક બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.

છોટા ઉદેપુર બેઠક ઉપર મોટેભાગે કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પરંતુ મોહનસિંહ રાઠવાએ ભાજપમાં આવી જવાથી કોંગ્રેસ પ્રમાણમાં નબળી પડી છે. પરંતુ નારણ રાઠવા હજુ પણ પોતાનો પ્રર્ચમ બતાવવા સક્ષમ છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ અહીંયા મહત્વની બનશે, ઉપરાંત રમેશ રાઠવા કે જે બે વખત અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા છે, તે પણ હારજીતનો ફેંસલો કરી શકે તેટલા મત લઈ જાય છે. એટલે છોટા ઉદેપુર બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જાળવી રાખી હતી. જેતપુર બેઠક પર હાલ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદની દીકરી રાધિકા રાઠવાને જાહેર કર્યા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી ખૂચવી લીધી હતી. સંખેડા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે. હાલના ધારાસભ્ય અભેસિંહ તડવીને રિપીટ કરાયા છે, જ્યારે કોંગ્રેસ અને આપ પણ મજબૂત ઉમેદવાર ઊભા રાખ્યા હોવાથી ખરાખરીનો જંગ જામશે. ત્યારે આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી છોટા ઉદેપુર જિલ્લાનો રાજકીય ઇતિહાસ.