તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:છોટાઉદેપુરની જિલ્લાની 2 વૃદ્ધા કોરોના સંક્રમિત, કુલ આંક 925, અત્યાર સુધીમાં 839 દર્દીઓએ કોરોનાને માત આપી

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં ચિંતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 કેસોમાં બુધવારે નવા 2 કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 65 વર્ષના વૃદ્ધા પીપલાશેરી બોડેલી અને 63 વર્ષના વૃદ્ધા નવાપુરા છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 925 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. બુધવારે જુદાજુદા તાલુકામાંથી કોરોના તપાસ અર્થે 425 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 839 જેટલા દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે. 62 જેટલા દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે.

છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં બીજા તબક્કાની કોરોના વિરોધી રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુરમાં અત્યાર સુધી 9627 પાવીજેતપુરમાં 6253 બોડેલીમાં 7675, સંખેડામાં 7702, કવાંટમાં 7183 અને નસવાડીમાં 6724 સાથે કુલ 45164 વ્યક્તિઓને બીજા તબક્કામાં કોરોના વિરોધી રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો