કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયાં, કુલ કેસ 2635

છોટાઉદેપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડેલીના તાડકાછલાનો યુવાન અને બોડેલીની યુવતી સંક્રમિત થઈ

છોટાઉદેપુર જિલ્લામાં શનિવાર તા.12 જૂનના રોજ કોરોના પોઝિટિવના 2 કેસ નોંધાયા હતા. જેમાં 35 વર્ષનો યુવાન તાડકાછલા બોડેલી, અને 31 વર્ષની યુવતી બોડેલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ કેસ 32 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

શનિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 731 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2592 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 7 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 725, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં 3390ને કોરોના વિરોધી રસી અપાઈ
છોટાઉદેપુર | છોટાઉદેપુર જિલ્લામાં શનિવાર તા.12 જૂનના રોજ છોટાઉદેપુર તાલુકામાં 552, પાવીજેતપુર તાલુકામાં 560, કવાંટ તાલુકામાં 803, નસવાડી તાલુકામાં 708, સંખેડા તાલુકામાં 339, અને બોડેલી તાલુકામાં 428ને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. જિલ્લામાં શનિવારે કુલ 3390 વ્યક્તિઓને કોરોના વિરોધી રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...