તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા, કુલ કેસ 2628

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો સાથે 2 વ્યક્તિના મોત થયાં
  • અત્યાર સુધી 2575 દર્દીઓ સાજા થયા, 17 દર્દીઓ એડમિટ અને 36ના મોત

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોનાના કેસોમાં ગુરુવાર તા.3 જૂનના રોજ નવા 2 કેસ પોઝિટિવ નોંધાયો હતો. જેમાં 27 વર્ષની યુવતી ગુરુકૃપા છોટાઉદેપુર અને 25 વર્ષની યુવતી મુવાડા પાવીજેતપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેનાથી પ્રજામાં ભારે રાહત ફેલાઈ છે. સાથે સાથે પ્રજામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં આનંદ જોવા મળી રહ્યો છે. અને આરોગ્ય તંત્રમાં પણ ભારે હાશકારો ફેલાયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2628 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનો ડર ત્યારે બીજી તરફ મ્યુકોરમાઇકોસિસને કારણે પ્રજામાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસના) અગાઉ 21 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા. જેમાં બીજા 11 શંકાસ્પદ કેસોનો ઉમેરો થયો છે. જેથી કુલ આંક 32 ઉપર પહોંચ્યો છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ગુરુવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 791 જેટલા એન્ટિજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં 2575 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 17 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે. તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 345, બોડેલી તાલુકામાં 723, સંખેડા તાલુકામાં 291, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

સંખેડા તાલુકાના પાંચ કોરોનાના દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા
સંખેડા | સંખેડા તાલુકામાં ગુરુવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. 5 દર્દીઓને રજા અપાતા સંખેડા તાલુકામાં એક્ટિવ કેસ એક પણ નથી રહ્યો. સંખેડા તાલુકામાં ગુરુવારે એક પણ કોરોનાનો નવો પોઝિટિવ કેસ આવ્યો નથી. સંખેડા તાલુકાના 5 કોરોના સંક્રમીતોની તબિયત સારી થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તા.24 મેના રોજ પોઝિટિવ આવેલા અમલપુર ગામના બે વ્યક્તિઓ તેમજ રામપુરા, દમોલી અને સરસિંડા રાજ ગામના એક-એક મળીને કુલ 5 કોરોના સંક્રમીતોને ડિસ્ચાર્જ અપાયો છે. સંખેડા તાલુકામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...