તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના 2 કેસ નોંધાયા, કુલ આંક 636 થયો

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગપુરનો યુવાન અને કોસિન્દ્રાની વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થઈ
  • તાલુકાઓમાંથી 382 સેમ્પલ કોરોનાની તપાસ માટે લેવાયા હતા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid 19 કેસોમાં દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ જિલ્લામાં કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજા ભયભીત જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 634 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શુક્રવારે તા.13/11/20ના રોજ નવા 2 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 636 ઉપર પહોંચ્યો છે.શુક્રવારે જિલ્લામાં જે 2 પોઝિટિવ કેસ આવ્યા તેમાં (1) 32 વર્ષનો યુવાન રંગપુર છોટાઉદેપુર (2) 71 વર્ષની વૃદ્ધા કોસિન્દ્રા બોડેલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શુક્રવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 382 એન્ટીજન અને આર્ટીફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 590 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 24 દર્દીઓ એડમિટ છે અને 19 દર્દીના મોત થયા છે.અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 214 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 159 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 122 કેસ, કવાંટ તાલુકા 51 કેસ, પાવીજેતપુર તાલુકા 50 કેસ નસવાડી તાલુકામાં 40 કેસ પોઝીટીવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો