છોટાઉદેપુર એસ ઓ જી વિભાગ દ્વારા દેશના ગુજરાત, દિલ્હી, સિકકીમ, હરિયાણા, તમિલનાડુની યુનિ.ના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપીંડી કરી મોટી રકમ પડાવતી ગેંગને ઝડપી પડાઇ છે. જેમાં (1)તાહેર વોરા, રહે. લાઇબ્રેરી રોડ ઇનફોનસીકસ એજ્યુુકેશન ઇન્સ્ટિટ્યુટ સેન્ટર છોટાઉદેપુર (2) અજીત સોનવણે, અ.ગુ.પેરામેડિકલ કાઉન્સિલ રીલીફ એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધાર્થ કોસ્પલેક્ષ, વડોદરાના સંચાલકને ઝડપી પાડ્યા છે. જેનાથી છોટાઉદેપુર સહિત દેશમાં ચકચાર મચી છે.
છોટાઉદેપુર એસ.ઓ.જી વિભાગને ખાનગી માહીતી મળેલ કે, લાઇબ્રેરી રોડ નશાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એજ્યુુકેશન ઇન્સ્ટિટ્યુટ સેન્ટર છોટાઉદેપુરના સંચાલક તાહેર વોરા, બીએચએમએસ, નર્સીંગ, ધો.10, 12, તથા દિલ્હી, સીકકીમ, હરીયાણા રાજયની યુનિ.ના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી આપે છે.
જે આધારે તા. 3 જૂનના રોજ છોટાઉદેપુર ઇન્ચાર્જ એસઓજી પીઆઈ જે.પી.મેવાડા તથા સ્ટાફે રેઇડ કરતા તાહેર વોરા મળી આવ્યા હતા. જેની પૂછપરછ કરતા પોતે કોઇ જ ફ્રોડ દસ્તાવેજ બનાવતા કે, આપતા નહી હોવાનું જણાવ્યું હતું. અને સરકાર માન્ય કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા હોવાનું જણાવ્યુ હતું.
જેથી તેમની પાસે કોમ્પ્યુટર કલાસીસનું લાઇસન્સ માંગતા રજુ કર્યું નહિ જેથી તેમની ઓફીસમાં તપાસ કરતા દિલ્હી, સિક્કીમ, તમિલનાડુ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, હરિયાણાની સંસ્થાનોના સર્ટીઓ મળી આવેલ તેમજ સરકારના અધિકૃત લાઇસન્સ વગર ઇનફોનસીકસના નામે સીસીસી તેમજ ડીટીપી, ટીવાયબીએ, ડીસીએ, પીજી ડીસીએ, તેમજ નર્સીંગ, કાઉસલીંગના કોમ્પ્યુટર કલાસીસ ચલાવતા હોઇ આરોપી તાહેર વોરાના ક્લાસમાં તપાસ કરતા કયા કોર્ષ (ડીગ્રી) માટે કેટલા રૂપીયા લેવાના તેમજ ફર્જી ડોકમ્યુમેન્ટ બનાવવા અંગેના ડોકયુમેન્ટના ફર્મા તેમજ એડિટિંગ કરવાના 12 સોફટવેર મળી આવેલ હોય તથા લોકોને નોકરીએ લગાવી આપવા સેટીંગના કેટલા રૂપીયા લેવાના તે અંગેના હિસાબનું લીસ્ટ મળી આવેલ અને ઘણા લોકો પાસેથી રૂપીયા લીધેલા હોવાની હકીકત મળતાં તમામ ડોકયુમેન્ટ તથા કોમ્પ્યુટર પ્રિન્ટર તેમજ હાર્ડ ડીસ્ક મળી રૂા.39,900નો મુદામાલ શંકાસ્પદ મળી આવતાં કબ્જે કરાયો હતો. ગેંગમાં અન્ય આરોપી રાજેશ પટેલીયા, રહે. સંતરામપુર, દીનેશ નાયકા રહે. છોટાઉદેપુર તથા તપાસ દરમ્યાન મળી આવે તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પૂછપરછ દરમિયાન બીજા સાગરીતોના નામ મળ્યા
ગેંગ પાસેથી મળી આવેલા દસ્તાવેજો અંગે આરોપી તાહેર વોરાની પૂછપરછ કરતાં તેઓ અજીત મધુકર સોનવણે (મરાઠી) રહે. બરોડા તથા રાજેશભાઇ પટેલીયા, રહે. દોળી લીંબળી સંતરામપુર, તથા દીનેશભાઇ નાયકા રહે. રીસવેલ, મીથીબોર છોટાઉદેપુર વાળાઓ સાથે મળીને આ તમામ પ્રકારની ગતિવિધી ચલાવતા હોવાનું જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.