છોટાઉદેપુર પાસેના ગામમાંથી એક મહિલાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેમનાં જેઠ દ્વારા તેમનાં પર હુમલો કરવામાં આવ્યો છે. જેથી અભયમ રેસ્ક્યૂ ટીમ છોટાઉદેપુર સ્થળ પર પહોંચી મહિલા અને તેમના જેઠ અને ભાઇઓ સાથે અસરકાર કાઉન્સિલિંગ કરી પારિવારિક મૂલ્ય સમજાવી ઝઘડામાં સમાધાન કરાવવામાં સફળતા મળી હતી. પારિવારિક મૂલ્ય સમજાવી ઝઘડામાં સમાધાન કરાવતા અભયમ છોટાઉદેપુરનો મહિલાએ આભાર માન્યો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર છોટાઉદેપુર તાલુકાના ગામમાં એક જ પરિવારમા ભાઈ-ભાઈ વચ્ચે વર્ષોથી કાયમ ઝઘડા થતાં હતાં. જેમાં તેમની સહિયારી મિલકત ઘર, જમીન, પાણીના બોરનો ઉપયોગ વગેરે અને ઘણાં સમયે એકબીજા સાથે મારપીટ કરતાં અપશબ્દો બોલતા હતા, જેથી પરિવારમાં કલહ ચાલતો હતો. ગત રોજ આવી જ બાબતથી પતિના મોટા ભાઈએ એટલે કે જેઠે તેમનાં નાના ભાઈની પત્ની ઉપર આવેશમાં આવી હાથ ઉપાડયો હતો, જે મહિલા માટે ખૂબ જ અપમાન જનક હતું. તેથી રોજના કંકાસથી થાકી હારી 181 મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે કોલ કર્યો હતો.
અભયમ્ ટીમે પુરા પરિવારને ભેગા બેસાડી પરિવારનું મૂલ્ય સમજાવ્યું અને સહિયારી મિલકતનું પેઢીનામું કરાવી કાયદેસર યોગ્ય વહેચણી કરાવવી અને દરેકનું જમીન મિલકતમાં નામ દાખલ કરવું, જેથી દરેકને પોતાને અને વારસદારને પણ ખ્યાલ આવે. મિલકત માટે સ્પષ્ટતા આવી જવાથી કોઈ ઝઘડો નહીં થાય આ ઉપરાંત પરિવારની એકતાથી જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થતું હોય છે. એકબીજાના અત્યાર સુધીનાં મતભેદ દૂર કરી સંપથી રહેવા માર્ગદર્શન આપવામાં આવેલ અને જો કાયદો હાથમાં લેશો તો ગુનો બનશે. જેથી તેઓ એ પોતાની ભૂલ કબૂલી હવે પછી એકબીજા સાથે શાંતિથી રહીશું જેની ખાત્રી આપી હતી. પરિવારિક ઝઘડાના સમાધાન કરવામાં અભયમને સફળતા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.