તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સીગલાજા મીઠીબોરમાં વાડામાંથી 16.74 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર એલસીબીએ બાતમી આધારે રેડ પાડી હતી
 • ફરાર બે આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર તાલુકાના સિંગલાજા મીઠીબોર ગામ ખાતે એક મકાનના વાડામાંથી રૂા. 16,74,600નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છોટાઉદેપુર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઈ ડી.જે. પટેલને બાતમી મળી હતી કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સીંગલાજા મીઠીબોર ગામે એક મકાનના વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ છે.

જે અનુંસંધાને એલસીબી સ્ટાફના માણસોએ સદર જગ્યારે પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 3480 કિ.રૂા. 16,74,600નો મુદ્દામાલ ઝડપી છોટાઉદેપુુુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એકટ મુજબનો ગુનો નોંધાવામાં આવેલ છે. ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી સુરેશભાઇ કાળુભાઇ રાઠવા રહે. સીંગલાજા મીઠીબોર તા.જિ. છોટાઉદેપુર, કાળુભાઇ દેસીંગભાઇ રાઠવા રહે.સીંગલાજા મીઠીબોર તા. જિ. છોટાઉદેપુરને પકડવા અર્થે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો