તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 14 કરોડના કામો મંજૂર

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણા, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પાટનગર યોજના તેમજ નર્મદા અને કલ્પસર યોજના મંત્રી નિતિનભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ અને પાવીજેતપુર તાલુકામાં મુ્ખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા. 14 કરોડના રસ્તાઓ મંજુર કર્યા છે.

રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે કવાંટ અને જેતપુર પાવી તાલુકામાં કાચા રસ્તાઓનું ડામરીકરણ કરવા તથા રસ્તા પહોળા કરવા માટે રૂા. 14 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ફાળવાયેલી આ રકમથી પ્રતાપનગર ગામના મુનિ નગર થઇ સિહોદને જોડતો રસ્તો, વજેપુર ગમોણ ફળિયાથી વગુદણ(જા) સુધી નવીન ડામર રોડનું કામ, ઉછેલાથી છોડવાણીને જોડતા ડામર રોડનું કામ, નાખલથી મોગરાને જોડતા રસ્તાનું કામ, ડુંગરગામથી મોટીટોકરીને જોડતા રસ્તાના કામો કામો મંજુર કર્યા છે. કવાંટથી સૈડીવાસણ રોડને પહોળો કરવાની કામગીરીનો પણ સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...