આયોજન:5 મેના રોજ CMના હસ્તે 131 કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ લાભાર્થીઓને ચેક, પ્રમાણપત્રનું પણ વિતરણ કરાશે
  • જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઇ ગયું છે

આગામી તા. 5 મે 2022ના રોજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન રૂા. 131 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી છોટાઉદેપુર જિલ્લાની જનતાને અર્પણ કરશે.

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા. 5 મે 2022ના રોજ છોટાઉદેપુર જીલ્લાની મુલાકાતે અવવાના છે. જિલ્લાની મુલાકાતે આવતા રાજયના મુખ્યમંત્રી જિલ્લાની જનતાને વિકાસ પ્રકલ્પોની ભેટ ધરે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિકાસ કામોનનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં રૂા. 84.56 કરોડની 3 જૂથ પાણી પુરવઠા યોજના, પશુપાલન વિભાગ દ્વારા રૂા. 1 કરોડના ખર્ચે સંખેડા અને નસવાડી ખાતે બનાવવામાં આવેલા બે પશુ દવાખાના, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા. 7.51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બે રસ્તાઓ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા રૂા. 3.15 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 45 આંગણવાડીઓ અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રૂા. 1.28 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પ્રાથમિક શાળાના બે મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રૂા. 31.50 કરોડના ખર્ચે બનાવવામાં આવનારા 15 રસ્તાઓ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂા. 2 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સટીટયુટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓના લાભાર્થીઓને ચેક, પ્રમાણપત્ર અને મંજુરી હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે. 5 મે 2022ના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજનારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...