કાર્યવાહી:ફેરકુવાથી 12.68 લાખનો દારૂ જપ્ત

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાની ફેરકુવા ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાની ફેરકુવા ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો.
  • રંગપુર પોલીસ સ્ટે. વિસ્તારમાંથી મરચાના ટેમ્પામાં લઇ જવાતો હતો
  • અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક ફરાર

છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જિલ્લાની બોર્ડર ઉપર આવેલ ફેરકુવા ચેકપોસ્ટ ઉપર આઇસર ટેમ્પમાં લઈ જવાતો રૂપિયા 12,68,700નો ભારતીય બનાવટનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. રંગપુર પીએસઆઈ એન.એમ.ભુરીયા રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે ફેરકૂવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે સમય દરમિયાન મધ્યપ્રદેશ ચાંદપુર તરફથી એક આઇસર ટેમ્પો આવતો હતો. તેમાં લીલાં મરચાંની બોરીઓ ભરેલ હતી.

જે મરચાની બોરીઓ હટાવી ચેક કરતા તે બોરીઓની નીચે સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જુદી જુદી બ્રાન્ડનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અંધારાનો લાભ લઈ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે કિં.રૂ.12.68.700નો પ્રોહી મુદ્દામાલ તથા આઇસર ટેમ્પો કિ.રૂ.5.00.000ની સાથે મળી કિં.રૂ.17.68.700નો મુદ્દામાલ ઝડપી પાડી આઇસર ટેમ્પોના ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...