કાર્યવાહી:આસોદરા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઝબ્બે

ચાંદોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સહિત કુલ રૂપિયા 31,110નો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલના અ.હે.કો મૂળજીભાઈ સૂરજીભાઈ તેમજ ઉપેન્દ્રસિંહ રમણભાઈ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ફરજ પર હતા. આ દરમિયાન પાક્કી બાતમીથી આસોદર ગામે પહોંચતા ઈસમ સુરેશ રણછોડભાઈ તડવી ગામના ભાથીજી મંદિરેથી મળતા કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યા મુજબના આસોદરા ગામમાં સર્વે નંબર 246/1 તથા 246/2 વાળા ખેતરમાં કોતરની અંદર ઝાડી ઝાંખરામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થામાં વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ નંગ 64 કિંમત 23,810, મોબાઈલ નંગ 1 કિંમત 5000 તેમજ અંગઝડતીની રોકડ રકમ 2300 મળી કુલ 31,110 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી સુરેશ રણછોડભાઈ તડવીને ચાંદોદ પોલીસને હવાલે કરી આરોપી સુરેશ તડવી વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ડભોઇના અરણીયા ગામના પ્રકાશ બારીયા તેમજ પ્રવીણ બારિયા પાસેથી ખરીદતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...