નસવાડી તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા નવ માસથી આવેલ એક્સરે મશીન ટેકનીશીયન વગર બીન ઉપયોગી બનતા ધૂળ ખાઈ રહ્યા છે. માટે જવાબદાર કોણ? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુક આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામા આરોગ્ય લક્ષિ સેવાઓ ગામડામા મળે તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયા છે. જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમા પૂરતા ડોક્ટર અને સ્ટાફનો અભાવ છે. છતાંય સરકાર આધાળું બેરું ફૂટતું હોય. તેવી વાત બહાર આવી છે.
જેમાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષિ સેવા મળે તે હેતુથી નસવાડી તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા એક્સ રે મશીન ફાળવામાં આવ્યા છે.એક્સરે મશીન માર્ચ મહિનામા આવ્યા હોવાની વાત છે. મતલબ નાણાંકીય વર્ષ બદલાય તે પહેલા એક્સરે મશીનની ગ્રાન્ટ વપરાય જાત તેમ કરીને આ એક્સરે મશીન નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા આવ્યાની ચર્ચા ઉઠી છે. એક્સરે મશીન નસવાડી તાલુકાના દુગ્ધા, ખરેડા, પલાસણી, સેંગપુર, તણખલા, ધારસીમેલ, આમરોલી આમ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ઈન્સ્ટોલ કરાયા છે. પણ તેને ચલાવવા માટે કોઈ ટેકનીશીયન નથી.
લાખ્ખોના ખર્ચે આવેલ એક્સરે મશીન 9 માસથી પડી રહ્યા હોય ધૂળ ખાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમા સરકાર સુવિધાઓ વધારે છે. પરંતુ એકબીજુ આરોગ્ય સ્ટાફ પૂરતા નથી. અને આરોગ્ય લક્ષિ સેવાના સાધનો પાછળનો ખર્ચ ફક્ત નાણાં ખર્ચ કરવા પૂરતો હોય તેમ લોકો જણાવી રહ્યા છે. આજે પણ છાતીના એક્સરે અથવા હાથ પગ ભાગે તૂટે તો આદિવાસી લોકો ખાનગી દવાખાને એક્સરે કઢાવવા મજબુર બન્યા છે. ત્યારે ટેકનીશીયન વગર નવા આવેલ એક્સરે મશીનને કરવાના શું ના લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે.
એક્સરે મશીન આવ્યા બાદ અમે જિલ્લામાં જાણ કરી છે
એક્સરે મશીન આવ્યા લાગી ગયા છે. એક્સર કાઢવા માટે ટેકનીશીયન હાલ નથી અમે જિલ્લામા વાત કરી છે. જલ્દી ટેકનીશીયન નિમણુંક થશે અને તત્કાલ એક્સરેનો લાભ પીએચસી દવાખાને મળવાનું શરૂ થશે. - ડો. આર. પી. યાદવ, ટીએચઓ, નસવાડી
એક્સરે કાઢવા ટેક્નિશિયન ફાળવે તેવી માગ
આદિવાસી દર્દીઓ આજેપણ પોતાના ખર્ચે એક્સરે બહાર કઢાવે છે. સરકારે સુવિધા આપી છે તે સારુ છે. પણ એજન્સીને ટેન્ડર આપ્યું હશે એટલે મશીન દવાખાને આવી ગયા. પણ હવે ચલાવે કોણ? સરકારે જોવું જોઈએ. પગ ભાગેલા લોકો આવે અને ખાનગી દવાખાને એક્સરે કઢાવવા જવાનું. એનો શું મતલબ. એક્સરે મશીનો ધૂળ ખાય છે. એનો શું મતલબ. એક્સરે કાઢવા ટેકનીશીયન ફાળવે તેવી મારી માંગ છે. - મુકેશભાઈ ભીલ, જિલ્લા સદસ્ય, વઘાચ બેઠક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.