તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી શરૂ ન કરી લોલીપોપ:નસવાડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને મૂકવાનું કામ 6 મહિના બાદ પણ શરૂ થયું નથી

નસવાડી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયતે ખાતમુહૂર્ત કર્યા બાદ કામગીરી શરૂ ન કરી લોલીપોપ આપી
 • ગ્રામ પંચાયતમાં ડો. આંબેડકરનું સ્ટેચ્યુ એક વર્ષથી આવીને ધૂળ ખાઈ રહ્યું છે

નસવાડી ગ્રામ પંચાયતમા ડોકટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ એક વર્ષથી આવીને પડ્યું છે. જે સ્ટેચ્યૂ ની કામગીરી શરૂ થાય અને સ્ટેચ્યુને મુકવા માટેની જગ્યા નસવાડીના તણખલા ચોકડી પર મુકવા માટે દલિતો સાથે અન્ય સમાજના ગ્રામજનો ભેગા થઈ નક્કી કરી હતી. જે જગ્યા નક્કી કર્યા બાદ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ સાથે તલાટી કમ મંત્રી અને ગ્રામજનો ભેગા થઈ તા. 13 ઓક્ટોમ્બર 2020ના રોજ ખાત મુહૂર્ત કર્યું હતું. જે કામગીરી શરૂ કરવા માટે નસવાડી ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર જણાવ્યું હતું. પરંતુ કામગીરી શરૂ કરવાના 6 માસ થયા છતાંય હજુ સ્ટેચ્યુ મુકવાની જગ્યાએ ગ્રામ પંચાયત દ્વારા રેતીની એક કાકરી પર નથી નાખી.

80 હજાર રૂપિયા ગ્રામ પંચાયત પાસે આ કામગીરી માટેના છે. પરંતુ હજુ સુધી કામ શરૂ કરાયું નથી. ગ્રામ પંચાયત પાસે વર્ષે કરોડો રૂપિયાના વેરાની આવક થાય છે. ત્યારે ગ્રામ પંચાયત જાતે આ કામગીરીમાં ગ્રામ પંચાયત તરફથી સારી રીતે કરાય તે જરૂરી બન્યું છે. હાલ તો સ્ટેચ્યુ ગ્રામ પંચાયતમાં પડી રહ્યું છે. જ્યારે કોઈને કઈ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે નસવાડી ગ્રામ પંચાયત સ્ટેચ્યુ મુકવા માટેનું ખાત મહુર્ત કર્યું તે હવે ગ્રામજનો માટે લોલીપોપ સમાન ગ્રામજનો ગણાવી રહ્યા છે. સાથે દલિતો અને અન્ય સમાજની લાગણી દુભાય રહીનું ગ્રામજનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો