કાર્યવાહી:નસવાડી તાલુકાના 72 મતદાન મથક પર શિક્ષકોની કામગીરી શરૂ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન મથકો પર પૂરતી સુવિધાને હલ કરવા કાર્યવાહી હાથ ધરાઈ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામા વિધાનસભાની ચૂંટણીને લઈ તંત્ર તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ જે પ્રાથમિક શાળાઓ છે તે જ મતદાન મથકો છે. આમ તો શાળામા અભ્યાસ માટે આવતા બાળકો માટે કેટલીય એવી શાળાઓ છે. જેમા પૂરતી વ્યવસ્થા નથી. ક્યાંક લાઈટના પ્રશ્નો ક્યાંક પંખા ન હોય પાણીના પ્રશ્નો શૌચાલયના પ્રશ્નો તો જર્જરિત શાળાના દરવાજા, બારીઓ, ફ્લોરિગ તેમજ અન્ય પ્રશ્નો હોવા છતાંય તેજ શાળામા આદિવાસી બાળકો શિક્ષણ લઈ રહ્યા છે.

હવે ચૂંટણી આવી તો છોટાઉદેપુર જિલ્લા કલેકટરના આદેશ બાદ મતદાન મથકોની સુવિધાઓને લગતી ચકાસણી કરાઈ રહી છે. તો ક્યાંક મતદાન મથકો પર પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળેલ છે. જેમા નસવાડી તાલુકાના 160 મતદાન મથકો પૈકી 72 મતદાન મથકો પર સુવિધાને લગતી કામગીરી કરવાની શરૂ કરાઈ છે. જેમા શાળાના કલર કામથી લઈ પાણી તેમજ અન્ય સુવિધાઓને લગતી કામગીરી શાળાના સીક્ષકો કરી રહ્યા છે. એકદરે અંધારામા બાળકો અભ્યાસ કરે તેવી શાળાઓમા હાલ ફક્ત કલર કામથી લાઈટ જેવા અજવાળા થયા છે.

ત્યારે ચૂંટણીને લઈ રાતોરાત મતદાન મથકોની કામગીરી સુવિધાઓને લઈ કરાવામાં આવી રહી હોવાથી ભારે ચર્ચાઓનો વિષય બન્યો છે. હજુ ગ્રામ પંચાયતના સરપંચો શાળાઓમા બોર મોટર રિપેરીંગ કરવાની કામગીરી જલ્દી કરાવે તેવી શિક્ષકોની માંગ છે. તો ચૂંટણીના દિવસે કોઈ મુશ્કેલી મતદારો ન પડે.

અન્ય સમાચારો પણ છે...