પાણીનાં વલખાં:પાણીની માગ સાથે લાલ પાઘડી બાંધી ઢોલ વગાડી મહિલાઓનો સૂત્રોચ્ચાર

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના જીતનગર ગામની મહિલાઓએ વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું
  • ‘નલ સે જલ’ યોજનાનું પાણી ન ​​​​​​​મળતાં સ્ટેન્ડ પોસ્ટ પણ હવે ઢોરો બાધવા ઉપયોગમાં લેવાય છે

નસવાડીના જીતનગર ગામે પાણીનો પોકાર ઉઠતા પાણીનો પ્રશ્ન હલ કરવા આદિવાસી મહિલાઓ, પુરુષો સાથે માથે લાલ પાઘડી બાંધી, માથે દેગડા અને ઢોલ લઈ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી પાણીના પ્રશ્ન હલ કરવા માંગ કરી છે.

નસવાડી તાલુકાના જીતનગર ગ્રામ પંચાયતમા પાણી મહુડા, જીતનગર, પંખાડા ત્રણ ગામોમા પાણીની સમસ્યા છે. ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર ધ્યાન આપતું નથી. જેને લઈ આદિવાસી ગ્રામજનો નસવાડી આવ્યા હતા. ‘નલ સે જલ’ યોજના તેમજ અન્ય યોજનાનું પાણી મળતું ન હોઈ ગ્રામજનો પાણીની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. જેથી નસવાડી મામલતદારને સુત્રોચાર સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.

હેન્ડપંપ બગડેલા છે. કોઈ હેન્ડ પંપમા પાણી આવે તો જરાવાર આવે પછી આવતું નથી. તાલુકાના અધિકારીઓની જવાબદારી હોવા છતાંય ગામડામા પાણીના પ્રશ્નો જોવા વર્ષે ડોક્યું પણ કરતા નથી. ફક્ત ઓફિસમાં બેસી રિપોર્ટ કાગળ પર વહીવટ ચાલતો હોય કોઈને કઈ પડી નથી ના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.

પાણીના પ્રશ્નો હલ કરે તેવી માગ સાથે ઊંધા પગે ચાલી આવેદનપત્ર આપ્યું છે
ગામમાં પાણીના પ્રશ્નો છે. જે હલ થતા નથી અને ભર ઉનાળે પાણી માટે હવાતિયાં છે. હું ઊંધા પગે ચાલ્યો છું. કારણ કે આ તંત્ર જાગે. મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. નલ સે જલ યોજનાનું પાણી મળતું નથી. સરકારની મોટી મોટી જાહેરાત ટીવીમાં જોઈએ છે. તો પાણી જ પાણી દેખાય છે. પણ ગ્રાઉન્ડ 0 પર પરિસ્થિતિ જોવા કોઈ આવતું નથી. > ભરતભાઈ, ગ્રામજન, જીતનગર

ગામડામાં જાહેરાતો થાય છે પરંતુ હજુ પાણીના પ્રશ્નો હલ થતા નથી
સરકાર આદિવાસી વિસ્તાર માટે કરોડોનું ટ્રાયબલનું બજેટ ફાળવે છે. છતાંય પાણીના પ્રશ્ન હલ થતા નથી. પાણીની માગ માટે અમે અને અમારી મહિલાઓ લાલ પાઘડી પહેરી છે, કે સરકાર જુવો આદિવાસી વિસ્તારમા પાણીની પરિસ્થિતિ શુ છે. નેતાઓ ગામડામા આવો અને જુઓ. બસ જાહેરાત કરે છે, પણ ગામડામાં હજુ પાણીના પ્રશ્ન હલ થતા નથી. > અલ્પેશ રાઠવા, આદીવાસી આગેવાન, તાલુકા સદસ્યના પતિ

પાણીનો પ્રશ્ન હલ થાય એવી માગ છે
આજે અમારા નિશાળ ફળિયામાં નળ કે પાઇપ લાઈન નથી. જિલ્લા કલેકટર અમારા ગામની મુલાકત કરે અને પાણીના પ્રશ્નો હલ કરાવે તેવી માગ છે. > રમેશભાઈ ભીલ, ગ્રામજન, જીતનગર

અન્ય સમાચારો પણ છે...