કર્તવ્ય નિષ્ઠા:ડુંગરો ચઢી આરોગ્ય સેવાઓ આપતી વાડીયા(લા) સબ સેન્ટરની મહિલા હેલ્થ વર્કર્સ

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વ મહિલા દિવસ છે. ત્યારે નસવાડીના વાડીયા(લા) ગામ સબ સેન્ટરનું મકાન નથી અને 10 ગામમા આવતા કુપ્પા, ગનીયાબારી, સાંકડીબારી, વાડીયા, ખોખરા, આમતા, ડબ્બા છોટીઉંમર, ખેંદા, પીપલવાળી આ દસ ગામમા 4980 ગ્રામજનો છે.

જેમાં 0થી 5 વર્ષના 593થી વધુ બાળકો તેમજ 100થી વધુ સગર્ભા મહિલાઓ તેમજ આરોગ્ય લક્ષિ ગામે ગામ ફરીને તપાસ કરવાની હોય છે. અને ફક્ત 1 FHW છે. ત્યારે ડુંગર વિસ્તારમા કાચા રસ્તા છે. છતાંય સગર્ભા મહિલાઓની પરિસ્થિતિ શુ છે. તે સમજીને તેમના આરોગ્ય લક્ષિ તપાસ માટે એફએચડબ્લ્યુ અને આશા ફેસિલેટર બન્ને મહિલાઓ ડુંગરો, કોતરો પાર કરી ઘરે ઘરે પહોંચે છે. અને આરોગ્ય તથા સરકાર લક્ષિ યોજનાનો વિશે સમજ આપે છે.

અન્ય સમાચારો પણ છે...