નસવાડીના હરિપુરા ગામે વિશ્વ મહિલા દિન ની તૈયારી ને લઈ મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે 8મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે.
સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે. જેના ભાગરૂપે આદિવાસી મહિલાઓને સમજ અપાઈ હતી. સાથે અંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણીને લઈ નસવાડીના હરિપુરા ગામે મહિલા જાગૃતિ કાર્યક્મને લઈ મોટી માત્રમા મહિલા ગ્રામજનો હાજર રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.