છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં દૂધ સંજીવની યોજના કાર્યરત છે. નસવાડી તાલુકામાં 11 હજારથી વધુ દૂધના પાઉચ ફક્ત પ્રાથમિક શાળાઓમાં આવે છે. જ્યારે આંગણવાડી અને ધાત્રી સગર્ભાઓના અલગ આવે છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજના અધિકારીની દેખરેખમાં આ યોજના છે. જેમાં જેતે એજન્સી નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓ સુધી દૂધ સંજીવની યોજનાના પાઉચ ભરેલ કેરેટ પોહચાડે છે. વર્ષે કરોડોનો ખર્ચ કરવામા આવે છે.
પરંતુ દૂધ સંજીવની યોજનાની કોઈ ગાઈડલાઈન નથી. જેમાં શાળાઓ 10.30થી શરૂ થાય પરંતુ દૂધના પાઉચ બરોડા ડેરીમાંથી રાતના આવી જાય પછી જેતે એજન્સી દૂધના પાઉચ અલગ અલગ રૂટ મુજબ શાળા, આંગણવાડીઓમાં પહોંચાડે છે. જેમાં કેટલીય શાળાઓમાં વહેલી સવારે દૂધ પહોંચે છે. હવે એ દૂધ સાચવે કોણ શાળાઓ શરૂ થાય પહેલા દૂધ પછી કૂતરા અથવા ભૂંડ બગાડતા હોય એમાં વાંક કોનો ? હાલ તો નસવાડી તાલુકાની તમામ શાળાઓના આચાર્યો દૂધ સંજીવની યોજનાનું દૂધ શાળા શરૂ થાય પછી આવે તેવી માગ કરી રહ્યા છે.
તો શાળાઓમાં દૂધ પહોંચે તો તેના મોંન્ટરિંગ સાથે દૂધના કેરેટ રિસીવ કર્યાની સહી પણ લેવાય તે જરૂરી બન્યું છે. કારણ કે શાળાના ઓટલે દૂધના કેરેટ સવારના આવી જતા હોત એમાં હવે શાળાના ઓટલે આચાર્ય સવારે 7 વાગે આવી દૂધ સાચવે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય. શાળાના આચાર્યો મુંઝવણમાં મુકાયા છે અને દોષનો ટોપલો શાળાઓના આચાર્યો પણ નખાઈ રહ્યો હોય. તેઓ પણ દૂધ સંજીવની યોજના તેમના માટે દુઃખી બની ગઈનું લાગી રહ્યું છે. બરોડા ડેરી પણ દૂધનો સમય બદલી શાળા શરૂ થાય પછી દૂધ મોકલે તેવી હવે માગો ઉઠી છે.
દૂધ સંજીવની યોજનાનો સમય સવારે 6થી 7 સુધી પહોંચાડવાનો છે, જેને હાલના સમયે બદલવો જરૂરી
દૂધ સંજીવની યોજનાના દૂધ જેતે શાળા આંગણવાડી એ પહોંચાડવા માટે એજન્સી નક્કી છે. પરંતુ એજન્સીના ટર્મ્સમાં દૂધ સવારે 6થી 7 સુધી પહોંચતું કરવાનું છે. ત્યારે એજન્સી પણ શું કરેની મુંઝવણમાં છે. દૂધ ગામમાં આવે ત્યારે તો ગામ લોકો પણ ઉઠ્યા ન હોય. બરોડા ડેરીએ દૂધ સંજીવની યોજનાના દૂધ વિતરણ સમય બદલવો જરૂરી.
સારુ આયોજન કરવા માટે જિલ્લા સ્તરે ધ્યાન દોરીશું
દૂધ સંજીવની યોજનાના પાઉચ શાળા ખુલે પછી આવે તો શિક્ષકો રિસીવ કરી વ્યવસ્થિત લઈ શકે. દૂધ શાળાએ વહેલું આવે અને શાળા ખુલે ન તો એને સાચવવા કોણ આવે એટલે દૂધના પાઉચ ક્યાંક શ્વાન, ભૂંડ બગાડે છે. તો યોજનાનો હેતુ સિદ્ધ થાય માટે સારુ આયોજન કરવા જિલ્લા સ્તરે ધ્યાન દોરીશું. આચાર્યો ને પણ દૂધ ના પાઉચ ની ચિંતા છે. પણ તેઓ પણ શું કરે તેઓ શાળા એ સમયસર આવે એ પેહલા દૂધ આવી જતુ હોય તો કરે તો શું કરે નો પ્રશ્ન છે.> ભરતભાઈ રાઠવા, TPEO, નસવાડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.