ભાસ્કર વિશેષ:નસવાડીમાં બિરસા મુંડાની જન્મજયંતી પર કેન્દ્રીય મંત્રી આ ખખડધજ રસ્તે પસાર થશે?

નસવાડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તણખલા રોડ તરફ જતા આરસીસી ખખડધજ રોડની તસવીર. - Divya Bhaskar
તણખલા રોડ તરફ જતા આરસીસી ખખડધજ રોડની તસવીર.
  • અવાર નવાર રસ્તો નવો બનાવવા માટે રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી

નસવાડી ટાઉનના સરકાર ફળીયા ચાર રસ્તાથી ભાથીજી મંદિર સુધી 200 મીટરનો આરસીસી રોડ છે. જે રોડ 15 વર્ષ પહેલા નસવાડી ગ્રામ પંચાયત બનાવ્યો છે. ટાઉનમાંથી તણખલા જવું હોય તો એક જ રોડ છે. જેના ઉપરથી સરકારી તંત્રથી લઈ બધા જ અવર જવર કરે છે. હાલમાં થોડા દિવસ પહેલા એક ખાનગી કોન્ટ્રાકટરે રોડ પર પડેલ મસમોટા ખાડા પૂરી આપેલ છે. 15 નવેમ્બર ના રોજ કેન્દ્રિય મંત્રી એકલવ્ય એકડમી પર બિરસા મુંડાની જન્મ જયંતીને લઈ આ રોડ ઉપરથી પસાર થશે. ત્યારે કેન્દ્રીય મંત્રી ટ્રાયબલ વિસ્તારમાં આવે છે તેમના સ્વાગત માટે લાલ જાજમ તંત્ર પાથરશે. લાખોનો ખર્ચ થશે.

પરંતુ મંત્રી સાથે જિલ્લા અને તાલુકાનું તંત્ર જે સ્થળ પર જશે. તે સ્થળ પર પહોંચવાનો રસ્તો નસવાડી ટાઉનનો ખખડધજ છે. અવાર નવાર બધા વિભાગને રસ્તો નવો બનાવવા માટે રજૂઆત કરી છે. પણ કોઈ ધ્યાન આપતું નથી. ત્યારે કેન્દ્રિય મંત્રી આ રોડ ઉપરથી પસાર થશે તો એમને પણ એવું લાગશે કે મને બતાવાયું કઈ અને દેખાઈ કઈ રહ્યું છે. માર્ગ મકાન આમ તો રાજકીય નેતાઓ આવે તો ડામર રોડ ઉપર ડામર રોડ બનાવે છે. ત્યારે 15 વર્ષ પહેલાનો ખખડધજ રોડ નસવાડી ટાઉનનો કોણ બનાવશે ક્યારે બનાવશે તે આવનાર કેન્દ્રીય મંત્રી પાસે ગ્રામજનો જવાબ માગશેનું ચર્ચાઈ રહ્યું છે. સત્વરે રસ્તો વ્યવસ્થિત થાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...