તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયજનક:નસવાડીથી કવાંટને જોડતાં હાઈવે પર ટ્રાફિક નિયમો વિરુદ્ધ મૂકાયેલા સફેદ પટ્ટા

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીના પલાસણી ગામ પાસેના ભયજનક વળાંક પર રોડ વચ્ચે તૂટક તૂટક પટ્ટા પડાયા છે. - Divya Bhaskar
નસવાડીના પલાસણી ગામ પાસેના ભયજનક વળાંક પર રોડ વચ્ચે તૂટક તૂટક પટ્ટા પડાયા છે.

છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટ્રાફીક ના નિયમો પાલન કરાવવા આખા જિલ્લામા દંડ કરે છે અને લોકો વાહન સાવચેતી થી ચલાવે ટ્રાફિકના નિયમોનું પાલન કરે માટે સતત પ્રયાસો કરે છે. પરંતુ નસવાડીથી કવાંટને જોડતાં 30 કિલોમીટરના રોડ પર જે રીતે રોડ ફિનિસિગની આઈટમોની કામગીરી કરાઈ છે. તેમાં રોડના જે ટ્રાંફિકને લગતા નિયમો છે. તે મુજબ કામગીરી કરાઈ નથી. ખરેખર જ્યારે આરટીઓમા લાયસન્સ લેવા માટે જે વાહન ચાલકો પરિક્ષા આપે છે. એમાં સૌથી વધુ રોડ પરની સાઈન બતાવી આ પ્રશ્નના જવાબ આપોનું પુછાય છે. જેમાં રોડ વચ્ચે સફેદ પટ્ટા સીધા હોય અને તૂટક તૂટક હોય તો વાહન ચાલકો શુ કરે તેવા પ્રશ્ન પુછાય છે.

પરંતુ નસવાડીથી કવાંટ રોડના સ્ટેટ હાઇવે પર સફેદ પટ્ટા મરાયા છે. જેમાં ભયજનક વળાંક હોય ત્યાં પણ તૂટક તૂટક પટ્ટા પેન્ટ કરાયા છે. જેનો મતલબ તમે વાહન ચલાવતી વખતે ઓવરટેક કરી શકો છે. જે ખરેખર ખોટા પટ્ટા રોડ વચ્ચે પેન્ટ કરાયા હોય વાહન ચાલકો ને અસમંજસમા મૂકે છે. આમ તો પોલીસ વિભાગનું પણ મુખ્ય સ્ટેટ હાઈવે રોડ હોય માર્ગદર્શન જરૂરી હોય છે. અનેક વખત રોડ પર અકસ્માત સર્જાય છે. તેમાં ટ્રાફીકના નિયમો પણ ધ્યાન પર લેવાય છે. ત્યારે હાલ તો ફક્ત સફેદ પટ્ટા પેન્ટ કરાયા છે જે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરાયાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રોડ સેફટીના નિયમોની સાઈન ઈન રોડ પટ્ટાનું જાત નિરીક્ષણ કરાવે અને ટ્રાફીકના નિયમોનું પાલન રોડ પર દેખાતી ક્ષતિ દૂર કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...