ચોરી:પરિવાર આગળ સૂતો હતો ત્યારે તસ્કરો દીવાલમાં બાકોરું પાડી ઘરમાં ઘૂસી ગયા

નસવાડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકોના ચોકડી પાસે રહેતા ખેડૂત પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું
  • લાખોની ચોરી કરી તસ્કરો ફરાર : ચપ્પુ સ્થળ પર પડ્યું હોવાથી ખેડૂતો ભયભીત બન્યા

નસવાડી ટાઉન છોડી હવે તસ્કરો જાહેર રોડ નજીક આવેલ આકોના ગામના ખેડૂત પરિવારના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. નસવાડીના આકોના પેટ્રોલપંપ પાસે જ આદિવાસી પરિવાર કાચા ઘરોમાં રહે છે. જે ઘરમાં આદિવાસી પરિવાર આગળ સૂતા હતો અને કાચા મકાનની દીવાલ તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. રોકડ રકમ સાથે ચાંદીની લકી લઈ તસ્કરો ફરાર થયા છે. તસ્કરો હવે ગામડામાં રહેતા તેમજ એકલ દોકલ ખેતરોમાં મકાન હોય તે જગ્યાએ તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે.

આકોના ચોકડી પાસે રહેતા નારણભાઈએ કપાસ વેચી, ફેક્ટરી પર નોકરી કરીને તેમજ અન્ય મજૂરી કરી 1.75 લાખ ભેગા કર્યા હતા. તે તસ્કરો ચોરી કરી ગયા સાથે એક ચાંદીની લકી પણ લઈ ગયા છે. જ્યારે અન્ય એક ખેડૂત રાજુભાઈ ભીલ રાતના તેમના ઘરની આગળ સૂતા હતા અને અંદર તસ્કરો પાછળથી ઘૂસ્યા હતા અને પેટીમાં ખેતીની આવકના 20 હજાર મુકેલ તે તસ્કરો ચોરી કરી ગયા છે. મહિલા મિતલબેનના જણાવ્યા મુજબ ચોરી કઈ રીતે થઈ તે ખબર નથી પણ મોટું ચપ્પુ પડ્યું છે. એટલે તસ્કરો ચોરી કરવા આવ્યા પરંતુ કોઈ ઘટનાને અંજામ આપવા પણ હથિયાર લઈ આવ્યા હોવાની ચર્ચાઓ ઉઠતા ખેતરોમાં રહેતા શ્રમજીવી ખેડૂત પરિવાર ભયભીત છે. નસવાડી પોલીસને તસ્કરો ચોરી કરી પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...