તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાયરલ:પત્ની ઘરે પરત ન આવતાં ઝેર ગામમાં પતિએ ઝેર પીને વીડિયો વાયરલ કર્યો

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિજય રાઠવા - Divya Bhaskar
વિજય રાઠવા
 • પત્ની રિસાઈને તેના પિયર નસવાડીના છકતર ઉમરવામાં જતી રહી હતી
 • ‘મારા મોતનું કારણ મારી પત્ની છે’ તેવો પતિએ ઉતારેલો વીડિયો વાયરલ થયો

પતિ પત્નીના ઘર કંકાશ તો ચાલ્યા કરે છે. પરંતુ કેટલી ઘટનાઓ એવી પણ હોય છે કે માણસ ગુસ્સો થઈ ન કરવાનું કરી બેસે છે. ત્યારે ફરી એક ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામમાં રહેતા વિજયભાઈ શાંતિલાલરાઠવા જેઓ કાઠિયાવાડ મજૂરી કામ કરતા હતા. ત્યારે તેમની પત્ની તે રિસાઈને તેના પિયર નસવાડી તાલુકાના છકતર ઉમરવા આવી ગઈ હતી.

વિજયભાઇના બે સંતાન છે. જેમાં તેમને મોટી દીકરી એંજલ (4 વર્ષ)ની છે, અને નાનો દીકરો સ્વરજકુમાર દોઢ વર્ષનો છે. ત્યારે વિજયભાઈ પોતાની પત્નીને તેડવા પત્નીના પિયરમાં ગયેલ પરંતુ તેમની પત્ની આવેલ નહિ અને વિજયભાઈને માર માર્યો હોવાનું પોતે બનાવેલ વીડિયોમાં જણાવ્યું હતું. અને મારી સાથે પત્નીએ દગો કર્યો છે. એટલે મેં આત્મ હત્યા કરું છું,

અને મારું આત્મ હત્યા કરવાનું કારણ ફક્ત ને ફક્ત મારી ઘરવાળી છે. અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું આત્મહત્યા કર્યા પહેલા વિડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે વિજયભાઈના પિતા શાંતિલાલ રણછોડભાઇ રાઠવા નસવાડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપી છે.

હવે નસવાડી પોલીસ આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હાલ તો બે બાળકોના માથેથી પિતાનો સહારો ઉઠી ગયો છે અને પત્ની સહિત બે બાળકો પરિવારના મોભી વગરના થયા છે. ત્યારે સમાજ આવી ઘટના બનતી અટકાવે તેવા પ્રયાસો કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો