ગ્રામ પંચાયતની ચૂંટણી:ચૂંટણી જાહેર થતાં ઉમેદવારો દાખલાની કામગીરી માટે તાલુકા સેવાસદને ઉમટ્યાં

નસવાડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી સેવાસદન પર ચૂંટણીને લઈ ઉમેદવાર દાખલાની કામગીરી કરાવવા ઉમટ્યા હતા. - Divya Bhaskar
નસવાડી સેવાસદન પર ચૂંટણીને લઈ ઉમેદવાર દાખલાની કામગીરી કરાવવા ઉમટ્યા હતા.
  • નસવાડી તાલુકાની 46 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે

નસવાડી તાલુકામા 60 ગ્રામ પંચાયત આવેલ છે. જેમાં 46 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણી જાહેર થતા નસવાડી તાલુકાના 46 ગ્રામ પંચાયતમા સરપંચ, વોર્ડ સદસ્યો જે ઉમેદવારી કરવા માંગે છે. તેઓ પોતાના ફોર્મમા જરૂરી જાતિના દાખલા તેમજ સોંગદનામાં અને અન્ય જુરૂરી ડોક્યુમેન્ટની કામગીરી માટે નસવાડી તાલુકા સેવાસદન પર ઉમટી પડ્યા હતા.

ખાસ કરીને સરકાર દ્વારા લાખ્ખો રૂપિયા વિકાસ લક્ષિ કામગીરી માટે નાણાંપંચની ગ્રાન્ટના ફળવાઈ રહ્યા છે. જેમાં હજુ કેટલાય ગામડામા વિકાસલક્ષિ કામ થતા નથી. જેને લઈ ગામે ગામથી ગ્રામ પંચાયતની ચૂંટણીમા સરપંચો, વોર્ડ સદસ્યો ચૂંટણી લડવા મેદાને પડ્યા છે. ચૂંટણી લડવા માગતા ઉમેદવાર જલ્દીથી સરપંચોની પેનલ બનાવી રહ્યા છે.

કારણ કે 19 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન છે. એટલે એક મહિના કરતા પણ ઓછા દિવસો હોઇ હાલ તો નસવાડી તાલુકા સેવાસદનમા ગામે ગામથી લોકો ઉમટી રહ્યા છે. તાલુકાની 46 ગ્રામ પંચાયતોમા 392 વોર્ડમા 82 હજારથી વધુ મતદારો ચૂંટણીનું મતદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...