ખેડૂતોમાં રોષ:સીધીકુવા(ન) પાસે કેનાલના લીકેજ કૂવાથી પાણીનો વેડફાટ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડામર પ્લાન્ટ પાછળ પાણીના વેડાફ્ટથી ઠેર ઠેર તળાવ
  • કૂવા લીકેજ હોઇ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલ સીધીકુવા ગામ પાસે આવેલ ડામર પ્લાન્ટ પાછળ મેન નર્મદા કેનાલના પાણીના વેડફાટથી તળાવ ભરાયા છે. જ્યારે આ જ માઈનોર કેનાલના કૂવા લીકેજ હોઇ કોતરોમાં મોટી માત્રામાં પાણી બિનજરૂરી વેડફાઈ રહ્યું છે.

માઈનોર કેનાલમાં પાણી છોડયા બાદ કૂવા લીકેજ હોઇ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી. હાલ ખેડૂતોને કેનાલના પાણીની જરૂરિયાત છે. ત્યારે કેનાલના કૂવાથી લઈ કેનાલના લીકેજને લઈ પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચતું નથી. અને નર્મદાનું પાણી કોતરોમાં ખોટું વેડફાય છે.

નર્મદા નિગમના અધિકારીઓ ગ્રાઉન્ડ જીરો પર આવતા ન હોઇ દર વર્ષે ખેડૂતોને પાણીના પ્રશ્નો હલ થતા નથી. એકબાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન આપતાં ન હોય. કિંમતી પાણી કોતરોમાં વહી જાય છે.

પાયાના પ્રશ્નો હલ કરાતા નથી તેને લઈ ખેડૂતોમાં પણ ભારે રોષ ઉઠ્યો છે. દર વર્ષે કેનાલની સાફ સફાઈ પાછળ ખર્ચ કરાય છે. પરંતુ કેનાલના લીકેજ કૂવા બાબતે કોઈ ધ્યાન આપતું નથી. આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન આપે તો જે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી ત્યાં પહોંચી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...