નસવાડીના કવાંટ રોડ પર આવેલ મદની સ્કૂલ પાસેના પાણીના બોરની લાઈન લિકેઝ છે. 10 દિવસથી બોરનું પાણી જાહેર રોડ પર રેલાતું હોય ચોખ્ખું પાણી 200 મિટરના રોડ પર રેલાઈ અને ગટરમા વહે છે. પાણીના ખાડા ભરાયા હોવાથી ભુડો ભર ઉનાળે પાણીમા બેસી ગંદકી કરી રહ્યા છે. ગ્રામ પંચાયતમા વહીવટદાર નિમાતા કોઈ સાંભળતું ન હોય ગ્રામ પંચાયતનો વહીવટી ખાડે ગયો હોવાનું આજુબાજુના ગ્રામજનો જણાવી રહ્યા છે. મસ્જિદ જતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે.
નસવાડીના કવાંટ રોડ પર આવેલ મદની સ્કૂલ અને મુખ્ય મસ્જિદ પાસે નસવાડી ગ્રામ પંચાયતનો બોર મોટર આવેલ છે. જે બોર મોટરની લાઈનમાંથી લિકેઝ છે. પાણી ત્યાં બોરમાંથી સતત વહી રહ્યું છે. જે પાણી રોડ પર રેલાતું હોય 200 મિટરના રોડની અવર જવરમા આજુબાજુના રહેતા લોકો અને ખાસ મસ્જિદમા નમાઝ માટે જતા લોકો હેરાન છે.
10 દિવસથી પાણી રેલાતું હોઇ નસવાડી ગ્રામ પંચાયતમા આ વાત જેતે કર્મચારીઓને કરી છે. પણ કોઈ સાંભળતું નથી. હાલ નસવાડી જૂથ ગ્રામ પંચાયતની બોડીનો કાર્યકાર પૂર્ણ થયો છે. એટલે વહીવટદાર નિમાયા હોય છતાંય કોઈ ધ્યાન આપતું નથી. ભર ઉનાળે એકબાજુ ગામડામા પાણીની સમસ્યાઓ છે. જ્યારે નસવાડીમા પાણીનો વેડફાટ છે.
બીજી બાજુ રેલાતા પાણી ખાડામાં ભરાયા હોય ઉનાળાની ગરમીમા ભુડો ખાડામા ભરાઈ પાણીમા ઠંડક લઈ રહ્યા છે. સાથે ગંદકી કરી રહ્યા છે. રોડ પર પાણી રેલાતું હોય રાહદારીઓ કઈ રીતે પસાર થાય તે સમસ્યા છે. હાલ તો નસવાડી ગ્રામ પંચાયતનો વહીવટ હું બાવો અને મંગળદાસ જેવો થયો છે.
નસવાડી ટીડીઓ આ બાબતે ગ્રામ પંચાયતને બે શબ્દો કહી લોક પ્રશ્ન હલ કરે તેવી માગ ઉઠી છે. ગ્રામ પંચાયતના વેરો લેવા જતા કર્મચારીઓને પણ આજુબાજુના લોકોએ પ્રશ્ન હલ કરવા રજુઆત કરી છે. છતાંય કોઈ ધ્યાન આપતું ન હોય લોકો હેરાન થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.