તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નસવાડીમાં ડાયવર્ઝન પર 10 દિવસથી પાણીની મેન લાઈનમાં ભંગાણ સર્જાતાં પાણીનો વેડફાટ

નસવાડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્લેબ ડ્રેઈન પાસે પાણીની લાઈન 10 દિવસથી તૂટી હોવાથી ડાયવર્ઝન પર પાણી રેલાય છે. - Divya Bhaskar
સ્લેબ ડ્રેઈન પાસે પાણીની લાઈન 10 દિવસથી તૂટી હોવાથી ડાયવર્ઝન પર પાણી રેલાય છે.
 • ચૂંટણી સમયે પણ નેતાઓને આ દેખાતું ન હોય તો ચૂંટાઈ આવ્યા બાદ શું થશે : ગ્રામજનો

નસવાડીના જલારામ મંદિર પાસે નવીન સ્લેબ ડ્રેઈન બનાવની કામગીરી શરૂ છે ત્યારે બાજુમાં માટી પુરાણ વાળું ડાયવર્ઝન અપાયું છે ત્યારે નસવાડી ની મુખ્ય પાણી ની લાઈન ડાઈવરઝન ના ઉપર ના ભાગે બરાબર સેન્ટર મા તુટી ગયેલ છે છેલ્લા દસ દીવસ થી આ લાઈન તૂટી છે જેતે કામ કરનાર કોન્ટ્રાકટર દવારા લાઈન તૂટી તે જગ્યા એ મોટો ખાડો પડ્યો હોય કોન્ટ્રાકટર તેની ઉપર અન્ય મટેરીયલ નાખી તૂટી ગયેલ લાઈન પુરાણ કરી છે છતાંય પાણી તો તેજ રીતે આખા 20 મિટર ના ડાયવર્ઝન પર મોટી માત્ર મા વહે છે હાલ ચૂંટણી છે તો ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય બધા જ ઉમેદવાર ચૂંટણી જંગ માં ઉતર્યા છે

ત્યારે નસવાડી ટાઉન ની જિલ્લા પંચાયત બેઠક તાલુકા પંચાયત બેઠક પણ છે સાથે નસવાડી તાલુકાની મુખ્ય ગ્રામ પંચાયત પણ આવેલ છે દરરોજ ઉમેદવાર થી લઈ નેતા ઓ ગ્રામ પંચાયત સરપંચ , તલાટી તાલુકા ના અધિકારી ઓ બધા જ આ ડાયવર્ઝનથી પસાર થયા છે પરતું તેઓ મોટી કાર મા જતા હોય મતદારો પગપાળા જતા હોય છે

ત્યારે આ મુશ્કેલી ફક્ત મતદારો ને પડતી હોવા છતાંય દસ દીવસ થી કેટલા બાઈક સવારો સ્લીપ ખાઈ પડ્યા છે માટી પુરાણ વાળું ડાયવર્ઝન હોય માટી ચીકણી હોય દરરોજ ગ્રામજનો દુઃખ ભોગવે છે નસવાડી ગ્રામ પંચાયત કોગેસ ની હોય પરંતુ તેઓ ધ્યાન આપતા નથી તે સ્પષ્ટ દેખાય છે ત્યારે ચૂંટણી સમયે જો કોઈ ધ્યાન આપતું ન હોય તો ચૂંટણી જીત્યા બાદ નસવાડી ના ગ્રામજનો ના પ્રશ્ન બાબતે ચૂંટણી જીતેલ ઉમેદવાર શુ ધ્યાન આપશે તેવી ચર્ચા ઓ ઉઠી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો