તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:શૌચાલયમાં પાણી, ઈમારતમાં વીજળી વિના જ શાળાનું ઉદઘાટન

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આમરોલી ગામે નવીન શાળાના ઉદ્ઘાટન બાદ પણ હજુ શાળા બહાર અને જર્જરિત ઓરડામા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. - Divya Bhaskar
આમરોલી ગામે નવીન શાળાના ઉદ્ઘાટન બાદ પણ હજુ શાળા બહાર અને જર્જરિત ઓરડામા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
  • આમરોલીમાં સુવિધા વિના કેમ ઉદઘાટન થયું તેની ચર્ચા.
  • કામગીરી પૂર્ણ થયા વગર નવી શાળામાં કઈ રીતે જઈએ : આચાર્ય

આમરોલી માધ્યમિક શાળાના આચાર્ય નવીન બનેલ શાળામા હજુ પૂરતી સુવિધા ન હોય ઉતાવળે કરેલ ઉદ્ઘાટનની પોલ ખોલી નાખી છે. આમરોલી ગામે નવીન માધ્યમિક શાળા દોઢ કરોડના ખર્ચે બની છે. જે શાળામા ધોરણ 9, 10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે માટે આ શાળા બની છે. સરકારના 5 વર્ષની ઉજવણીને લઈ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં એક ઓગસ્ટના રોજ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણીને લઈ નવીન બનેલ માધ્યમિક શાળાનું તંત્રે નેતાઓના હસ્તે ઉતાવળે રિબિન કાપી ઉદ્ઘાટન કરાવ્યું હતું.

એ પણ તંત્રે આયોજન કર્યું ત્યારે ચૂંટાયેલા નેતાઓ સરકારે આપેલી સુવિધાને લઈ શાળાનું લોકાર્પણ કર્યું છે.પરતું હાલ નસવાડી તાલુકાની માધ્યમિક શાળાના લોકાર્પણ બાદ આદિવાસી વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અભ્યાસ માટે જર્જરિત ઓટલા પર બેસાડી તેમના શિક્ષકો પાસે અભ્યાસ કરાવે છે. જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી ઈમરાનભાઈ સોનીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતુ કે આમરોલી શાળાનું ઉદ્ઘાટન એક ઓગસ્ટના રોજ કર્યું છે. અને નવીન શાળામા વિદ્યાર્થીઓને બેસાડવા બાબતે જાણ કરી છે.

પરતું શાળાના આચાર્ય પહેલા પઝેશન મળ્યું નથી. જેને લઈ હજુ શાળાના વિદ્યાર્થીઓને અમે જૂની શાળામા બેસાડી રહ્યાનું કહ્યું હતું. જ્યારે ગ્રામજનો વિદ્યાર્થીઓને નવીન શાળામા બેસાડવા બાબતે આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી. તેનો મીડિયામા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આચાર્ય વિરલ પુરોહિત નવીન શાળાનું લોકાર્પણ કર્યું છે. તેમાં શોચાલયમા પાણીનો પ્રશ્ન તેમજ, લાઈટ ફીટીગ તેમજ અન્ય કામગીરી બાકી હોવાનું જણાવ્યું છે. જે કામગીરી પૂર્ણ થયે શાળા ત્યાં શરૂ થશેનું જણાવ્યું છે.

ત્યારે ઉતાવળે ઘોડે દોઢ કરોડની શાળાના લોકાર્પણને લઈ ભાજપના ચૂંટાયેલ નેતાના હસ્તે કરાયું છે. જે શાળાના વિદ્યાર્થીઓ હજુ પણ ઓટલા પર બેસી અભ્યાસ કરે છે. જે શિક્ષણ વિભાગમાં ચાલતી લાલીયાવાળીને લઈ ભાજપના નેતાઓને અવળે પાટે લઈ જઈ શિક્ષણ વિભાગ જ બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યાનું હવે જોર શોરથી ચર્ચાઓ ઉઠી છે. હવે આ બાબતે નવીન બનેલ શાળાની અધૂરી કામગીરી હોવા છતાંય કેમ શાળાનું લોકાર્પણ કરાયું તે તપાસ સાથે ભાજપના ટોચના નેતાઓ માટે ચર્ચાનો વિષય બન્યો છે. હવે આદિવાસી વિદ્યાર્થીઓને નવીન શાળામા ક્યારે બેસવાનું મળે છે. તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...