નસવાડી તાલુકાના પોંચબા ગામે 125 ગામ ફિલ્ટર યોજના કાર્યરત છે. જે યોજનાનું ફિલ્ટર પાણી ગામડાઓમાં પહોંચે છે. જેમાં ગ્રામ પંચાયત સરપંચ તલાટીની પણ જવાબદારી આવતી હોય છે. છતાંય ધ્યાન અપાતું ન હોઇ તેને લઈ ફિલ્ટર પાણી યોજનાનો લાભ ગ્રામજનોને મળતો નથી. ત્યારે નસવાડીના બરોલી ગામની નર્મદા વસાહતમાં પાણીના સંપમાં ફિલ્ટર પાણી આવે છે. પરંતુ સંપ ઉભરાઈને પાણી મોટી માત્રામાં બિન જરૂરી વહી જાય છે. જે પાણી નિયમ મુજબ નર્મદા વસાહતના ઘરોમા મળવું જોઈએ પરંતુ પાણી મળતું નથી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ યોજના શરૂ થઇ ત્યારથી પાણીની પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી. સંપમાં પાણી અનિયમિત આવે છે પરંતુ સંપ ભરાય એટલે પાણી ઉભરાઈને બહાર વહે છે. મોટરના છેડા ઉપર છુટા પડ્યા છે. ત્યારે ફિલ્ટર યોજનાના અધિકારી સ્થળ મુલાકાત કરે અને સરપંચ તલાટી પણ વસાહતમાં મુલાકાત કરી ફિલ્ટર પાણી ગ્રામજનોને મળે તેવા તેવા પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે.
યોજનાનો સંપ ટાંકી બધું એમનું એમ છે અમને પાણી મળે તો સારું
નર્મદા વસાહતમાં પાણી વેડફાય છે. પાણી મળતું નથી એનો શું મતલબ. મોટર તેમજ અન્ય કામગીરી કરી ગ્રામજનોને પાણી મળે તેવા પ્રયાસ કરાય તેવી અમારી માંગ છે. > બાલુભાઈ તડવી, વસાહત ગ્રામજન, બરોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.